જમ્મુ-કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં પોલીસ અને સ્થાનીક સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. કુલગામના વામપોરામાં પોલીસને ગુપ્ત જાણકારી મળી હતી કે બે આતંકી છુપાયેલા છે, ત્યારબાદ તેને ઠાર કરી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતી જાણકારી પ્રમાણે સુરક્ષાદળોને ઇનપુટ મળ્યા હતા કે બંન્ને આતંકી લશ્કર-એ-તૈયબાના હતા. હવે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, બંન્ને આતંકી હિઝ્બુલ મુઝાહિદ્દીનના હતા. તેની ઓળખ અત્યાર સુધી થઈ શકી નથી. 


માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સૂત્રો પ્રમાણે વામપોરા વિસ્તારમાં ઓછામાં ઓછા બે આતંકીઓ છુપાયા હચા, જે કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ દેવાની તૈયારીમાં હતા. પરંતુ તેની પહેલા સુરક્ષાદળોએ તેનો ખાતમો કરી દીધો છે. 


આ પહેલા સુરક્ષાદળ અથડામણ સ્થળ પર આતંકીઓના પરિવારને પણ બોલાવીને લાવ્યા હતા. આતંકીઓના પરિવારે અપીલ કરી હતી કે તે સેનાની સામે ખુદને સરેન્ડર કરી દે. ઘરના લોકોએ કહ્યાં બાદ પણ આતંકીઓએ સરેન્ડર કરવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ તેને ઠાર કરવામાં આવ્યા હતા. 


સરકાર 2.0નું એક વર્ષ- નિર્વિવાદ નેતા, નબળો વિપક્ષ અને મજબૂત બનતી ગઈ બ્રાન્ડ મોદી 


લૉકડાઉન અને કોરોના સંકટ દરમિયાન પણ ઘાટીમાં આતંકવાદી ઘટના ઓછી થઈ નથી. આતંકી સુરક્ષાદળો પર હુમલો કરી અને ઘાટીને અશાંત બનાવવાનો પ્રયાસ સતત કરી રહ્યાં છે. ગુરૂવારે પણ સુરક્ષાદળોએ આવી એક આતંકવાદી ઘટનાને પુલવામામાં નિષ્ફળ બનાવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર