શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભાગલાવાદીઓ પર વ્યાપક કાર્યવાહીના સંકેતો વચ્ચે શુક્રવારે રાતે જેકેએલએફના પ્રમુખ યાસિન મલિકની ધરપકડ કરાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને અર્ધસૈનિક દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જો કે હજુ સુધી કોઈ પણ અન્યને અટકાયતમાં લેવાયા હોય તેની પુષ્ટિ થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CRPFનો આક્રોશ, કહ્યું- 'શહીદોનું અપમાન ન કરો, અમે ભારતીય, જાતિ ધર્મનું વિભાજન અમારા લોહીમાં નથી'


14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના 40 જવાન થયા હતાં શહીદ
પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર થયેલા ભીષણ આતંકી હુમલાના આઠ દિવસ બાદ આ કાર્યવાહી સામે આવી છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. 


સરકારે પાછી ખેંચી હતી સુરક્ષા
અત્રે જણાવવાનું કે પુલવામા આતંકી હુમલા બાદ સરકારે આકરી કાર્યવાહી કરતા જમ્મુ અને કાશ્મીરના 18 હુર્રિયત નેતાઓ અને 160 રાજનીતિજ્ઞોને આપેલા સુરક્ષા પાછી ખેંચી હતી. જેમાં એસએએસ ગિલાની, અગા સૈયદ મૌસવી, મૌલવી અબ્બાસ અંસારી, યાસિન મલિક, સલીમ ગિલાની, શાહિદ ઉલ ઈસ્લામ, ઝફર અકબર ભટ, નઈમ અહેમદ ખાન, ફારુક અહેમદ કિચલુ, મસરૂર અબ્બાસ અંસારી, અગા સૈયદ અબ્દુલ હુસૈન, અબ્દુલ ગની શાહ, મોહમ્મદ મુસાદિક ભટ અને મુખ્તાર અહેમદ વઝા સામેલ હતાં. આ ભાગલાવાદી નેતાઓ ની સુરક્ષામાં સોથી વધુ ગાડીઓ તહેનાત હતી. આ ઉપરાંત 1000 પોલીસકર્મીઓ આ નેતાઓની સુરક્ષામાં તહેનાત હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...