નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના(Jawarharlal Nehru University) વિદ્યાર્થીઓ દ્વારા સતત કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન(Protest) સામે સરકારને નમતું ઝોખવું પડ્યું છે. જેએનયુ (JNU) કાર્યકારી સમિતિએ હોસ્ટલ ફી (Hostel Fees) અને અન્ય શરતો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. સાથે જ ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે એક નવી યોજનાનો પ્રસ્તાવ પણ મુક્યો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થી રાજકારણનો ગઢ માનવામાં આવતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે JNUમાં લાગુ કરવામાં આવેલા હોસ્ટલ ડ્રાફ્ટ મેન્યુઅલના કારણે વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. આ હોસ્ટિલ ડ્રાફ્ટ મેન્યુઅલમાં હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓની અનેક સ્વતંત્રતાઓ પર પ્રતિબંધ લગાવાયો હતો. 


સુપ્રીમની બંધારણીય બેન્ચનો નિર્ણયઃ ચીફ જસ્ટિસની ઓફિસ હવે માહિતી અધિકાર(RTI)ના કાયદા હેઠળ


આ પ્રતિબંધો ઉપરાંત હોસ્ટેલમાં આપવામાં આવતી તમામ પ્રકારની સેવાઓની ફીમાં પણ વધારો કરાયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓ નારાજ થઈ ગયા હતા અને સોમવારથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. 


જુઓ LIVE TV...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....