સુપ્રીમની બંધારણીય બેન્ચનો નિર્ણયઃ ચીફ જસ્ટિસની ઓફિસ હવે માહિતી અધિકાર(RTI)ના કાયદા હેઠળ

Supreme Court Live Updates: ચીફ જસ્ટીસ(Chief Justice) રંજન ગોગોઈ(Ranjan Gogoi)ની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બંધારણીય બેન્ચે(Constitutional Bench)  આ ચૂકાદો આપ્યો છે. 

Updated By: Nov 13, 2019, 04:37 PM IST
સુપ્રીમની બંધારણીય બેન્ચનો નિર્ણયઃ ચીફ જસ્ટિસની ઓફિસ હવે માહિતી અધિકાર(RTI)ના કાયદા હેઠળ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની(Supreme Court) બંધારણિય બેન્ચે(Constitutional Bench) આજે ઐતિહાસિક ચૂકાદો(Historic Decision) આપતા જણાવ્યું કે, કેટલીક શરતો સાથે ભારતના મુખ્ય ન્યાયાધિશની ઓફિસ(Chief Justice Office) હવે માહિતી અધિકારના કાયદા (RTI) હેઠળ આવશે. કોર્ટે જણાવ્યું કે, મુખ્ય ન્યાયાધિશની ઓફિસ એક જાહેર ઓફિસ છે. તે માહિતી અધિકાર હેઠળ આવે છે અને 2010નો હાઈકોર્ટનો(High Court) ચૂકાદો યથાવત રાખવામાં આવે છે. ચીફ જસ્ટીસ(Chief Justice) રંજન ગોગોઈ(Ranjan Gogoi)ની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બંધારણીય બેન્ચે(Constitutional Bench)  આ ચૂકાદો આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પારદર્શક્તા ન્યાયિક સ્વતંત્રતાને ઘટાડતી નથી. માહિતી આપવાથી ન્યાયપાલિકાની સ્વતંત્રતાને અસર થતી નથી. કેટલીક માહિતીઓ અંગત અને ગુપ્ત રાખવી જોઈએ, જેથી કરીને માહિતી અને ગુપ્તતામાં સંતુલન જળવાઈ રહે. 

કર્ણાટક: JDS-કોંગ્રેસના 17 અયોગ્ય ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, લડી શકશે પેટાચૂંટણી

આ અગાઉ પણ સુપ્રીમે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યવસ્થાને અપારદર્શક જાળવી રાખવાના પક્ષમાં નથી, પરંતુ એક સંતુલન જાળવી રાખવા માટે એક રેખા ખેંચવી જરૂરી છે. 

Related image

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની વહીવટી પાંખ રજિસ્ટ્રારે મુખ્ય ન્યાયાધિશની ઓફિસને આરટીઆઈના દાયરામાં જાહેર કરવાના અને માહિતી આપવાના દિલ્હી હાઈકોર્ટ અને સીઆઈસીના ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. હાઈકોર્ટ અને સીઆઈસીએ જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયાધિશની ઓફિસ જાહેર સંપત્તિ માનવામાં આવશે અને માહિતી અધિકારનો કાયદો તેના પર પણ લાગુ થશે. 

રાજ્યપાલ કોશ્યારીના નિર્ણય વિરૂદ્ધ શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે !

આ કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રારંભિક અપીલ પર સુનાવણી કરતા માહિતી આપવાના હાઈકોર્ટ અને સીઆઈસીના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રાર તરફથી પક્ષ રજુ કરતા એટોરની જનરલે દલીલ આપી હતી કે, ચીફ જસ્ટિસની ઓફિસને આરટીઆઈ હેઠળ લાવવાથી ન્યાયપાલિકાની સ્વતંત્રતાને અસર થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, કોલેજિયમની કાર્યવાહી અને ન્યાયાધિશોની નિમણૂક સંબંધિત માહિતીને જાહેર કરવી એ જાહેરહિતમાં નથી. 

જુઓ LIVE TV...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....