નવી દિલ્હી : જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) માં સોમવારે સાંજે વિદ્યાર્થીઓનાં ટોળાએ વાઇસ ચાન્સેલર જગદીશ કુમારનાં આવાસને ઘેરી લીધું હતું. જગદીશ કુમારે આરોપ લગાવ્યો કે તેમનાં ઘરમાં તોડફોડ કરવામાં આવી અને તેમની પત્નીને પણ બંધક બનાવી લેવામાં આવી. દિલ્હી પોલીસનાં અનુસાર સોમવારે સાંજે જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટી (JNU) નાં વીસીના ઘર સુધી માર્ચનું આહ્વાન કર્યું હતું. વિદ્યાર્થી તેના ઘરે પહોંચ્યા અને ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સુરક્ષા કર્મચારીઓએ અટકાવી દીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલની યોજના પર જેટલીનાં સવાલ: ખોટા વચનો આપી મત ઉઘરાવી લેવાનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે


વિશ્વનાં સૌથી મોટા દાનવીરે આ ભારતીય વ્યક્તિનાં કર્યા વખાણ ! કારણ છે રસપ્રદ 


અત્યાર સુધી મોટા ભાગનાં વિદ્યાર્થીઓ પોતાનાં હોસ્ટેલમાં પરત જતા રહ્યા હતા. પરિસ્થિતી કાબુમાં છે. જેએનયુનાં કુલપતિએ ટ્વીટ કરીને માહિતી આપી કે આજે સાંજે કેટલાક વિદ્યાર્થીઓ પરાણે મારા આવાસમાં તોડફોડ કરી અને મારી પત્નીને કલાકો સુધી ઘરની અંદર કેદ રાખી, જ્યારે હું એક બેઠકમાં ગયો હતો. શું આ વિરોધની પદ્ધતી છે ?  ઘરમાં એકલી મહિલાને ડરાવીને તેઓ વિરોધ કરી રહ્યા છે ? 


ચિદમ્બરમના પુત્રને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભડકો, પૂર્વ મંત્રીએ કહ્યું આ પરિવારને લોકો ધિક્કારે છે