કહેવાય છે કે મહેનતની આગળ પણ ભાગ્ય ઘૂંટણીયા ટેકી દે છે, આવું જ કંઇક થયું હિમાંશુ શુક્લાની સાથે. તેણે મેકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પુરો થાય તે પહેલાથી જ હિમાંશુ નોકરી શોધી રહ્યો હતો, પરંતુ તેની આ શોધ પુરી થવાનું નામ નહતું લેતું. ઘણી કંપનીઓએ તેણે રિજેક્ટ કર્યો હતો. પરંતુ હિમાંશુ હાર ના માની અને હવે ફ્રાંસની એરબસ કંપનીએ તેને 50 લાખ રૂપિયાના પેકેજ પર નોકરી ઓફર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાની સૌથી જાણીતી કંપનીઓમાંની એક બોઇંગમાં કામ કરવાનું દરેક એન્જિનિયર સ્વપ્ન હોય છે. હિમાંશુએ પણ આ સ્વપ્ન જોયું હતું. પરંતુ જ્યારે તે બોઇંગમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો તો ત્યાં પેનલે એરોનોટિક્સ અને એવિએશન સાથે જોડાયેલા સવાલો પર ભાર આપ્યો હતો. આ સવાલો હિમાંશુના અભ્યાસથી જુદા હતા, માટે તે જવાબ આપી શક્યો ન હતો. નિરાશ થવાની જગ્યાએ તે તેમાંથી શીખ્યો. એવિએશન અને એરોનોટિક્સ સાથે જોડાયેલા વિષયોને તે તેની તાકાત બનાવવામાં જોડાઇ ગયો હતો. આ વ્ચ્ચે એરબસથી ઇન્ટરવ્યૂનો ફોન આવ્યો અને તેનું સિલેક્શન પણ થઇ ગયું.


હિમાંશુ પ્રેક્ટિકલ નોલેજ પર વધારે ભાર આપે છે. તેણે જણાવ્યું કે, જુલાઇ મહિનામાં ગોવા જતા સમયે ટ્રેનમાં તેની સાથે કંઇક એવું થયું, જેણે તેને શીખવ્યું અને તેનો વિશ્વાસ પણ વધારો હતો. તેણે જણાવ્યું કે, ટ્રેનિંગ માટે તે જોધપુરથી ગોવા જઇ રહ્યો હતો. રસ્તામાં ટ્રેનના બધા એસી બંધ થઇ ગયા હતા. કોચમાં એક કેંસર પીડિત મુસાફરને શ્વાંસ લેવામાં સમસ્યા થવા લાગી હતી. તેણે ટીટીને જણાવ્યું કે હું એન્જિનિયરિંગનો સ્ટૂડન્ટ છું તો હું તમારી કોઇ મદદ કરી શકું.


હિમાંશુએ જણાવ્યું કે, તેઓ મને ટેક્નીશિયન્સ પાસે લઇ ગયા જે 8 કલાકથી એરકંડીશનર રિપેર કરવામાં લાગ્યો હતો. મે તેની પાસેથી જનરેટર્સના મેકેનિઝ્મ વિશે જાણકારી લીધી તો જાણવા મળ્યું કે એર ટ્રેપ થવાના કારણે ચારમાંથી ત્રણ જનરેટર બંધ થઇ ગયા છે. મેં તેને એર રિમૂવ કરવા કહ્યું હતું. એર રિમૂવ થવાના અડધો કલાકમાં એસી ચાલુ થઇ ગયા હતા.


હિમાંશુ જોધપુરની એક એન્જિનિયરિંગ કોલેજમાં બીટેકના ફાઇનલ વર્ષનો સ્ટુડેન્ટ છે. તે જાપાનની એનર્જી કંપની માટે એક પ્રોજેક્ટ પર કામ કરી ચુક્યો છે અને તેને માટે સન્માનિત કરવામાં આવ્યો હતો. હિમાંશુના પિતા રમેશ શુક્લા ઇન્શ્યોરન્સ કંપનીના રિટાર્યડ કર્મચારી છે, જ્યારે તેની માતા રાધા શુક્લા વૉર્ડ કાઉન્સિલર છે.


દેશના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...