Jodhpur: લોટની પ્લાસ્ટિકની બેગે ઉકેલ્યો માસૂમની હત્યાનો ભેદ
માસૂમ બાળકોના અપહરણ કરી ગુનેગારો મોટા મોટા ગુનાને અંજામ આપી રહ્યાં છે. પણ પોલીસની બાજ નજર આરોપીઓની એક ભૂલ શોધી તેમને જેલના સળિયા પાછળ ધકેલી આકરી સજા અપાવવા પ્રયાસો ચોક્કસથી કરે છે. આરોપી ભલે ગેમે તેટલો શાતિર હોય પણ તેની એક ભૂલ તેને મોંઘી પડી જાય છે. આવું જ કઈક થયું છે રાજસ્થનના જોધપુરમાં જ્યાં એક સામાન્ય ભૂલે આરોપીને પકડવામાં મદદ કરી છે.
અપહ્યત બાળકની હત્યાનો ઉકેલાયો ભેદ
લોટના કટ્ટાએ ભેદ ઉકેલવામાં કરી મદદ
નવશીખીયા હત્યારાને એક ભૂલ પડી ભારે
જોધપુરઃ રાજસ્થાનના જોધપુરના એક શહેરમાં સાત વર્ષના માસૂમનું અપહરણ કરી તેની હત્યા કરનારા હેવાનને અઁતે પોલીસે શોધી કાઢ્યો. આ આરોપીએ એવી કોઈ મોટી ભૂલ નહોતી કરી કે જેનાથી તે જલદી પોલીસ સંકજામાં આવી જાય. પણ કોઈએ વિચાર્યું ય નહીં હોય કે એક લોટની સામાન્ય થેલી અપહરણ જ નહીં પણ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને મદદ કરશે. કલાકો પહેલાં જ 7 વર્ષના અપહરણ કરાયેલા બાળકનો મૃતદેહ મળ્યો હતો પોલીસ હત્યારો કોણ છે તેને શોધી રહી હતી અને અચાનક નજરે એવું કઈક આવ્યું કે પોલીસે એ દિશામાં તપાસ કરી..
લોટ ભરવાનો કોથળો મહત્વની કડી બન્યો
બાળકનો મૃતદેહ જે લોટ ભરવાના કટ્ટામાં હતો તે 25 કિલોના લોટના કટ્ટાની દિશામાં પોલીસે તપાસ કરી. આ લોટનું ઉત્પાદન કરતી કંપની સુધી પોલીસ પહોંચી. કટ્ટા પર લખવામાં આવેલા બેચ નંબરના આધારે તેના વેચાણકર્તા સુધી પોલીસ પહોંચી. અને તે વિસ્તારમાં પોલીસ પહોંચી જ ગઈ જ્યાંથી હત્યારો હાથવેંત જ હતો.. પોલીસે દુકાનદાર પાસેથી એક શખ્સનું નામ લીધુ અને શંકાની સોય આ શખ્સ પર સધાઈ. કારણ કે આ શખ્સ દર ત્રીજા દિવસે લોટનો એક કટ્ટો લઈ જતો હતો. બસ પોલીસે આ જ શખ્સના ઘરની આસપાસ વોચ ગોઠવી. સીસીટીવી ગોઠવ્યા. ડ઼ોગસ્ક્વોડની મદદ પણ લીધી. અને ડોગ પણ તે ઘરની આસપાસ જ ફરતા અને બસ પોલીસે આ શખ્સની અટકાયત કરી કડકાઈથી પૂછપરછ કરતાં તેણે જ બાળકનું અપહરણ કરી હત્યા કર્યાની કબૂલાત આપી આ ભેદ ઉકેલી કાઢ્યો.
આ પણ વાંચોઃ Ayodhya: અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે 'લંકા'થી શું આવી રહ્યું છે? માતા સીતા સાથે છે કનેક્શન
બાળકના દાદા પાસે માગી હતી 10 લાખની ખંડણી
આરોપી કોઈ મોટો રીઢો ગુનેગાર નથી પણ ગરીબ ઘરમાંથી આવે છે. ઘરની પરિસ્થિતિ સુધારવા તેણે બાળકનું અપહરણ કર્યું હતું. અને બાળકના દાદા પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. તેણે બાળકના દાદાને અનેક ફોન અને મેસજ પણ કર્યા હતા અને ધમકી આપી કે રૂપિયા નહીં આપે તો બાળકને મારી નાખશે. આરોપી કોઈ રીઢો ગુનેગાર હતો નહીં તેથી તે વધુ વિચારી શક્યો નહીં અને બાળકની ખંડણી મળ્યા પહેંલા જ હત્યા કરી નાખી હતી અને બાદમાં પણ ખંડણી માટે ફોન કરતો રહ્યો હતો. તેની ઈચ્છા જેવા રૂપિયા મળે લઈને ભાગી જવાની હતી. પોલીસ વધુ વિગત જાણી ન શકે તે માટે તેણે પોલીસ સકંજામાં આવતા જ પોતાનો મોબાઈલ પણ તોડી નાંખ્યો હતો.
આરોપી ગમે તેટલો શાતિર હોય પણ કોઈ ભૂલ તો કરતો જ હોય છે. તેને પોતાને શાતિર બતાવવા માટે ભલે કોઈ ભૂલ ના કરી પણ બાળકનો મૃતદેહ રૂપિયા મળતા પહેલાં જ કટ્ટામાં ભરી રાખવા ફેંકી દેવાની ભૂલ જ તેને ભારે પડી ગઈ.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube