Ayodhya: અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે 'લંકા'થી શું આવી રહ્યું છે? માતા સીતા સાથે છે કનેક્શન

આ પથ્થરને શ્રીલંકાના રાજદૂત દ્વારા ભારત મિલિન્ડા મોરાગોડા દ્વારા ભારતમાં લાવવાની આશા છે. 
 

Ayodhya: અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે 'લંકા'થી શું આવી રહ્યું છે? માતા સીતા સાથે છે કનેક્શન

નવી દિલ્હીઃ શ્રીલંકામાં સીતા એલિયા નામના સ્થાનના એક પથ્થરનો ઉપયોગ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર (Ram temple) ના નિર્માણમાં કરવામાં આવશે. માનવામાં આવે છે કે શ્રીલંકામાં આ તે જગ્યા છે, જ્યાં માતા સીતાને બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. 

આ પથ્થરને શ્રીલંકાના રાજદૂત દ્વારા ભારત મિલિન્ડા મોરાગોડા દ્વારા ભારતમાં લાવવાની આશા છે. 

The stone is expected to be taken to India by Sri Lankan HC-designate to India,Milinda Moragoda pic.twitter.com/3epop9zoYK

— ANI (@ANI) March 18, 2021

સીતા એલિયામાં માતા સીતાને સમર્પિત એક મંદિર પણ છે અને કહેવામાં આવે છે કે આ તે સ્થાનને ચિન્હિત કરે છે, જ્યાં તેમને રાવણે બંધક બનાવ્યા હતા. માનવામાં આવે છે કે આ કારણ છે, જ્યાં તે નિયમિત રૂપથી ભગવાન રામ દ્વારા તેમને બચાવી લઈ જવાની પ્રાર્થના કરી હતી. 

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછલા વર્ષે ઓગસ્ટમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની આધારશિલા રાખી હતી. 

તો શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય સોંપવામાં આવ્યું છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ મહિનાની શરૂઆતમાં કહ્યુ હતુ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય લગભગ ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news