રાજસ્થાનના જોધપુરમાં એક અજીબોગરીબ ઘટના જોવા મળી જ્યાં 36 વર્ષનો એક વ્યક્તિ એક રૂપિયાના 63 સિક્કા ગળી ગયો. ત્યારબાદ 27 જૂલાઈએ તેને પેટમાં ખુબ દુખાવો થવાની ફરિયાદ થઈ અને હોસ્પિટલ લઈ જવાયો. તપાસ કરતા ડોક્ટરોને તેના પેટમાં ધાતુની એક ગાંઠ જેવું જોવા મળ્યું. એક્સરે કઢાવ્યો તો ખબર પડી કે તે વ્યક્તિ એક રૂપિયાના 63 જેટલા સિક્કા ગળી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપરેશન કરીને કાઢ્યા સિક્કા
એમડીએમ હોસ્પિટલના ડોક્ટરોની એક ટીમે બે દિવસના ઓપરેશનમાં એન્ડોસ્કોપિક પ્રક્રિયાની મદદથી એક વ્યક્તિના પેટમાંથી સિક્કા કાઢ્યા. મીડિયા સાથે વાત કરતા એચઓડી (Gastroenterology) નરેન્દ્ર ભાર્ગવે કહ્યું કે પેટના દુખાવાની ફરિયાદ પર તેમનો એક્સરે કઢાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ડિપ્રેશનની સ્થિતિમાં 36 વર્ષના આ પુરુષ દર્દીએ બે દિવસમાં 1 રૂપિયાના 63 સિક્કા ગળી લીધા હતા. 


Business Idea: નોકરીની સાથે સાથે માત્ર 10,000 રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, ઘરે બેઠા થશે લાખોની કમાણી!


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube