Business Idea: નોકરીની સાથે સાથે માત્ર 10,000 રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, ઘરે બેઠા થશે લાખોની કમાણી!

જો તમે નોકરીની સાથે સાથે કોઈ બીજું કામ કરવા માંગતા હોવ તો તમારે આ કામ વિશે વિચારવું જોઈએ જેમાં મામૂલી રોકાણ તમને આગળ જતા મોટી કમાણી કરાવી શકે છે. 

Business Idea: નોકરીની સાથે સાથે માત્ર 10,000 રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, ઘરે બેઠા થશે લાખોની કમાણી!

Business Idea: આજ કાલ જે રીતે મોંઘવારી વધી રહી છે તે જોતા મોટા શહેરોમાં એક વ્યક્તિ કમાતી હોય ત્યારે આખા પરિવાર માટે તેનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ પડતું હોય છે. ત્યારે પતિ અને પત્ની બંને કામ કરે છે. ક્યારેક તો એવું પણ બને છે કે બંને કામ કરતા હોય તો પણ ઘર ચલાવવામાં મુશ્કેલી પડે. આવા સમયે નોકરીની સાથે કઈંક બીજું કામ પણ કરવાની નોબત આવતી હોય છે. જો તમે નોકરીની સાથે સાથે કોઈ બીજું કામ કરવા માંગતા હોવ તો તમારે આ કામ વિશે વિચારવું જોઈએ જેમાં મામૂલી રોકાણ તમને આગળ જતા મોટી કમાણી કરાવી શકે છે. 

અહીં અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું જે તમે નોકરીની સાથે સાથે ઓછા રોકાણમાં કરી શકો છો. પણ કમાણી તમને સારી એવી કરાવશે. અથાણાનો ધંધો....જો તમે આ બિઝનેસ ઘરે બેઠા કરવા માંગતા હોવ તો તમારે શરૂઆતમાં 10,000 રૂપિયા જેટલા રોકાણની જરૂરી પડશે. જેમાં તમે એક મહિનામાં ઓછામાં ઓછું 30થી 35 હજાર રૂપિયા માસિક અને વાર્ષિક લાખોમાં કમાણી કરી શકશો. તમે તમારા અથાણા ઓનલાઈન, જથ્થાબંધ બજાર, રિટેલ માર્કેટ કે રિટેલ ચેઈનમાં પણ વેચી શકો છો. 

સરકાર પણ કરે છે મદદ
કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે. જેનો ફાયદો લઈને આ બિઝનેસ શરૂ કરી શકાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે 900 વર્ગ ફૂટનો એરિયા તમારી પાસે હોવો જરૂરી છે. અથાણા તૈયાર કરવા, અથાણા માટે કેરી કે અન્ય સામગ્રી સૂકવવી, ત્યારબાદ તૈયાર કરીને પેક કરવા માટે ખુલ્લી જગ્યાની જરૂર પડે છે. અથાણા લાંબા સમય સુધી રહે અને બગડે નહીં તે માટે થઈ તેને ખુબ જ સ્વચ્છતા સાથે બનાવવામાં આવે છે. 

જાણો કેટલી થશે કમાણી
જો તમે અથાણા બનાવવાના બિઝનેસમાં 10,000 રૂપિયા જેટલું રોકાણ કરો છો તો તેમાં પણ તમને બમણી કમાણી થઈ શકે છે. પહેલા માર્કેટિંગમાં સારી એવી રકમ વસૂલ થઈ જાય છે અને ત્યારબાદ ફક્ત નફો જ નફો થાય છે. આ નાનકડા બિઝનેસને મહેનત અને લગનથી તથા નવા નવા પ્રયોગથી એક મોટો બિઝનેસ બનાવી શકાય છે. બિઝનેસનો નફો દર મહિને મળશે અને નફામાં વધારો પણ થતો જોવા મળશે. 

કેવી રીત મળે છે લાઈસન્સ
અથાણાના બિઝનેસ માટે લાઈસન્સની જરૂર હોય છે. બિઝનેસ શરૂ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSAI) પાસેથી લાઈસન્સ લઈ શકાય છે. આ લાઈસન્સ માટે તમે ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news