રાજસ્થાનમાં કોરોના જેવા જીવલેણ રોગની એન્ટ્રી; 51 વર્ષીય મહિલાનું મોત, સામે આવ્યું અમદાવાદ કનેક્શન!
Congo fever: કોરોના સમય તો આપણે જોયા, એના પછી કોઈ પણ વાયરસ દેશના કોઈ પણ રાજ્યમાં ફેલાય એટલે આરોગ્ય વિભાગ સતર્ક થઈ જાય છે. ત્યારે રાજસ્થાનમાં કોંગો ફીવરનો મામલો સામે આવ્યા છે. ત્યારબાદ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. આ કેસમાં જોધપુરની એક 51 વર્ષની મહિલાનું મોત પણ થયું છે. સરકારે રાજ્યભરમાં આ વાયરસને અટકાવવા અને તેનાથી બચવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે, જેથી ચેપને ફેલાતો અટકાવી શકાય.
Jodhpur News: રાજસ્થાનના જોધપુરમાં 51 વર્ષીય મહિલાનું કોંગો ફીવરથી મોત થતાં દેશભરમાં ફફડાટ ફેલાયો છે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી જઈને રાજ્યભરમાં માર્ગદર્શિકા બહાર પાડી છે. કોંગો તાવ એક જીવલેણ રોગ છે, જે પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારમાં ઝડપથી કાર્યવાહી કરવા સૂચના આપી છે, જેથી રોગને ફેલાતો અટકાવી શકાય.
નવરાત્રિમાં વિલન બન્યો વરસાદ, આજે આઠમા નોરતે અડધા ગુજરાતમાં તૂટી પડશે, આવી છે આગાહી
આ વિશે મળતી માહિતી અનુસાર, જોધપુરની રહેવાસી 51 વર્ષીય મહિલા અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતી. મહિલા કોંગો ફીવરથી પીડિત હતી. પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે. બુધવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
એક નહીં 4-4 વાર પ્રેમ થયો છતાં પણ કેમ કુંવારા રહ્યા ઉદ્યોગ જગતના બાદશાહ રતન ટાટા
પબ્લિક હેલ્થ ડાયરેક્ટર ડૉ. રવિ પ્રકાશ માથુરે જણાવ્યું છે કે જોધપુરના ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસરને અસરગ્રસ્ત વિસ્તારમાં ટીમો મોકલીને આ રોગને ફેલાતો અટકાવવા સૂચના આપવામાં આવી છે. સાથે શંકાસ્પદ અને લક્ષણોવાળા દર્દીઓને ઓળખીને તેમને આઈસોલેશનમાં રાખવા જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે તમામ સરકારી અને ખાનગી તબીબી સંસ્થાઓને સૂચના આપી છે કે જો કોઈ દર્દીમાં કોંગો ફીવરના લક્ષણો જોવા મળે તો તેના સેમ્પલ તાત્કાલિક લઈ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે અને આ અંગે મેડિકલ વિભાગને પણ જાણ કરવામાં આવે.
3 દિવસ બાદ શુક્રનું ગોચર આ રાશિઓ માટે છે બિલકુલ અશુભ! મળી શકે છે ખરાબ સમાચાર
આ સિવાય નાગૌરના 20 વર્ષીય યુવકને જયપુરની RUHS હોસ્પિટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યો હતો, તેનો મંકીપોક્સ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ યુવક દુબઈથી જયપુર આવ્યો હતો અને એરપોર્ટ પર હેલ્થ ચેકઅપ દરમિયાન તેના શરીર પર દાણા જેવા ચિહ્નો મળી આવ્યા હતા. તપાસમાં તે ચિકન પોક્સથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્ય સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ કોંગો ફીવરના લક્ષણો અંગે સતર્ક રહે અને કોઈ પણ શંકાસ્પદ પરિસ્થિતિ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.
દૈનિક રાશિફળ 10 ઓક્ટોબર: આ રાશિના જાતકોને આજે શારીરિક સમસ્યા નડશે! જાણો આજનું રાશિફળ
શું છે કાંગો તાવ, કેવી રીતે ફેલાય છે?
કોંગો તાવનું આખું નામ રાઈમિયન કાંગો હેમોરેજિક ફીવર (CCFF) છે. રિમિયન કોંગો હેમોરહેજિક તાવ જે મનુષ્યો માટે જીવલેણ છે, તે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. કોંગો તાવ એ ઝૂનોટિક વાયરસ દ્વારા ફેલાતો રોગ છે, જે મુખ્યત્વે નાના કિડા જેવા જંતુઓ કરડવાથી ફેલાય છે. આ બાબતને ધ્યાને રાખીને રાજ્યના પશુપાલન વિભાગને જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે જેથી કરીને પશુઓ દ્વારા આ રોગ ફેલાવાની શક્યતાને અટકાવી શકાય.