નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં રસીને સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી અપાઈ રહી છે. આ બધા વચ્ચે અમેરિકી ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સન(Johnson And Johnson) એ ભારતમાં સિંગલ ડોઝવાળી કોરોના રસી (Single-Shot Corona Vaccine) ના ઈમરજન્સી ઉપયોગ(EUA) ની મંજૂરી માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસીના ફક્ત એક જ ડોઝથી વાત ખતમ
જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસીને જો ઉપયોગ માટે મંજૂરી મળી જશે તો તે સિંગલ ડોઝવાળી પહેલી રસી હશે. આ રસીને મંજૂરી મળ્યા બાદ તે ભારતની ચોથી કોરોના રસી હશે. આ અગાઉ ભારતમાં કોવેક્સીન, કોવિશીલ્ડ, અને સ્પુતનિક-વી ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે. આ ત્રણ વેક્સીન ડબલ ડોઝવાળી રસી છે અને લોકોએ તેના 2 ડોઝ લેવા પડે છે. 


કંપનીને ભરોસો, જલદી મળશે મંજૂરી
જ્હોન્સન એન્ડ જ્હોન્સને આ અગાઉ સોમવારે કહ્યું હતું કે તે ભારતમાં પોતાના સિંગલ ડોઝવાળી કોવિડ-19 રસી લાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ અંગે ભારત સરકાર સાથે ચાલી રહેલી ચર્ચાને લઈને આશાવાદી છે. કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે જ્હોન્સન એન્ડ જ્હોન્સન પ્રાઈવેટ લિમિટેડે પાંચ ઓગસ્ટ 2021ના રોજ ભારત સરકાર પાસે પોતાની સિંગલ ડોઝવાળી કોવિડ-19 રસીના ઈયુએ માટે અરજી કરી.


Video: પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારત આકરા પાણીએ, લીધુ આ પગલું, 24 કલાક બાદ ઈમરાન ખાને 'મૌન તોડ્યું'


ઓછા સમયમાં વધુ લોકોને આપી શકાશે રસી
નિવેદનમાં કહેવાયું છે કે આ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે, જે બાયોલોજિકલ ઈ લિમિટેડ સાથે કંપનીના ગઠબંધનથી ભારતના લોકો અને બાકી દુનિયાને કોવિડ-19 રસીના સિંગલ ડોઝનો વિકલ્પ આપે છે. નિવેદનમાં કહેવાયું છે કે 'બાયોલોજીકલ ઈ અમારા વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલા નેટવર્કનો એક મહત્વપૂર્ણ હિસ્સો હશે, જે અમારી જ્હોન્સન એન્ડ જ્હોન્સન કોવિડ-19 રસીની આપૂર્તિમાં મદદ કરશે.' અત્રે જણાવવાનું કે સિંગલ ડોઝવાળી આ રસીને મંજૂરી મળ્યા બાદ ઓછા સમયમાં વધુ લોકોને સંપૂર્ણ રીતે વેક્સીનેટ કરવામાં સરળતા રહેશે. 


Mumbai: દેખાવમાં ખુબ જ સુંદર પણ વાસ્તવમાં ખતરનાક, જૂહુ બીચ પર જોવા મળી Blue Bottle Jellyfish


અત્યાર સુધીમાં અપાયા છે 49.53 કરોડ ડોઝ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં (6ઓગસ્ટ સવારે 7 વાગ્યા સુધીમાં ) કોરોના રસીના 49 કરોડ 53 લાખ 27 હજાર 595 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 38 કરોડ 56 લાખ 31 હજાર 50ને પહેલો ડોઝ જ્યારે 10 કરોડ 96 લાખ 96 હજાર 545 લોકોને રસીના બંને ડોઝ અપાઈ ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube