Mumbai: દેખાવમાં ખુબ જ સુંદર પણ વાસ્તવમાં ખતરનાક, જૂહુ બીચ પર જોવા મળી Blue Bottle Jellyfish

મુંબઈમાં જૂહુ બીચ પર છેલ્લા કેટલાક દિવસથી આવતા પર્યટકો માટે બ્લ્યુ બોટલ જેલી ફિશ (Blue Bottle Jellyfish)  આકર્ષણનું કેન્દ્ર બની છે.

Mumbai: દેખાવમાં ખુબ જ સુંદર પણ વાસ્તવમાં ખતરનાક, જૂહુ બીચ પર જોવા મળી Blue Bottle Jellyfish

Viral News: મુંબઈમાં જૂહુ બીચ પર છેલ્લા કેટલાક દિવસથી આવતા પર્યટકો માટે બ્લ્યુ બોટલ જેલી ફિશ (Blue Bottle Jellyfish)  આકર્ષણનું કેન્દ્ર બની છે. મોટી સંખ્યામાં લોકો આ અજીબ દેખાતી ફિશને જોવા માટે આવે છે. તેને પોર્ટુગલી મેન ઓફ વોર (Portuguese Man-of-War) પણ કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ છેલ્લા ત્રણ દિવસથી આ જેલી ફિશ જૂહુ બીચ પર જોવા મળી છે. વિશેષજ્ઞોએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે લોકો તેના સુંદર દેખાવ પર ધ્યાન ન આપે કારણ કે તે ઝેરી હોય છે. તે કરડી ખાય તો ઉપાધિ આવી પડે છે. 

ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ આ વારંવાર ઘટનારી ઘટના છે. કારણ કે તે આ જળચર પ્રજાતિ ચોમાસાની ઋતુ હોવાના કારણે કાંઠે આવી જાય છે. એકવાર કિનારે આવ્યા બાદ તે રેતમાં ફસાઈ જાય છે અને અંતમાં થોડા સમય પછી સમુદ્રમાં પાછી જતી રહે છે. જદો કે તેમાંથી મોટા ભાગની તો સમુદ્ર તટ પર જ દમ તોડી નાખે છે. ગત અઠવાડિયે તટીય સંરક્ષણ ફાઉન્ડેશનના ડાયરેક્ટર શૌનક મોદીએ પણ જૂહુ સમુદ્ર તટ પર જેલી ફિશની એક તસવીર ટ્વીટ કરી હતી. 

ટ્વીટમાં તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી તેજ તટવર્તી હવાઓએ આપણા વાર્ષિક મોનસૂન આગંતુકોને આપણા તટો પર પાછા લાવી દીધા છે. હજારો બ્લ્યુ બોટલ જેલી ફિશ જૂહુ સમુદ્ર તટ પર ફસાયેલી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે સમુદ્રના તાપમાનમાં વધારો થવાના કારણે આ સમુદ્રી પ્રજાતિઓ કાંઠે આવી જાય છે. 

Took this photo about an hour ago while the tide was still rising. There will be a lot more oil in the next few hours. pic.twitter.com/rK81FtHwh4

— Shaunak Modi (@Pugdandee) July 29, 2021

આ બધા વચ્ચે એક્સપર્ટ્સે લોકોને આ જેલી ફિશ અને અન્ય સમુદ્ર પ્રજાતિઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સમુદ્ર તટ કિનારે સાઈનબોર્ડ પણ લગાવેલા છે. જેમાં લોકોને આ ચમકતા રંગના સમુદ્રી હાઈડ્રોજન (Marine Hydrozoans) ના સંપર્કમાં ન આવવાની અપીલ કરી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news