નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામે જંગ લડતાં આખી દુનિયાના વૈજ્ઞાનિકોને લગભગ પાંચ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. ઘણા દેશોએ જાહેરાત કરી છે કે કોરોના વાયરસની રસી (Vaccine) શોધી લેવામાં આવી છે. આ દરમિયાન અમેરિકાની બહુરાષ્ટ્રીય દવા કંપની જોનસન એન્ડ જોનસન (Johnson & Johnson)એ જાણાકરી આપી છે કે કોરોના વાયરસ સામે લડવા માટે તેમની બનાવેલી રસી સંપૂર્ણપણે બનીને તૈયાર થઇ ચૂકી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે પ્રોગ્રેસ રિપોર્ટ
જોનસન એન્ડ જોનસનના વાઇસ પ્રેસિડેન્ટ તથા ચીફ સાઇન્ટિસ્ટ પોલ સ્ટોફેલએ જણાવ્યું કે કોરોના વાયરસ સાથે લડવા માટે તેમની તરફથી તૈયાર કરવામાં આવેલી રસી ખૂબ આશાનજક પરીણામ આપી રહી છે. SARS-CoV-2 નામથી તૈયાર કરવામાં આવેલી રસીનું માણસ પર ટ્રાયલ (Clinical Trials) આગામી મહિનાથી શરૂ થવાનું છે. અમને આશા છે કે આ રસી જલદી બજારમાં ઉતારવામાં આવશે. 


કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું કે નવી રસીના ફેસ 1 અને ફેસ 2ની ટ્રાયલોના આંકડાની સમીક્ષા જાહેર કરી છે. માણસો પર ક્લિનિક ટ્રાયલ દરમિયાન લગભગ 1,045 દરદીઓ પર ટેસ્ટ કરીને જોવામાં આવ્યું છે. તેમાં 18-55 વર્ષના વયસ્કોને સામેલ કરવાની યોજના છે. આ ટ્રાયલમાં 65 વર્ષથી વધુની ઉંમરના લોકોને પણ સામેલ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ દરમિયાન અમે આખી દુનિયામાં રસી ઉપલબ્ધ કરાવવા માટે અન્ય દવા કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યા છીઈ જેથી ઓછા સમયમાં વધુ લોકોને તેનો ફાયદો મળી શકે. 


દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 2, 86, 579 થઇ ગઇ છે. વિશેષજ્ઞોના અનુસાર આ અઠવાડિયે દેશમાં કોવિડ દર્દીઓનો આંકડો 3 લાખને પાર થઇ જશે. 1, 41, 029 લોકો અત્યાર સુધી સાજા થઇ ચૂક્યા છે. 137448 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 49.21% છે. 


(IANS Input)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube