નવી દિલ્હી: આજે કેન્દ્ર સરકારે મંત્રાલયો સાથે થયેલી જોઇન્ટ પ્રેસ કોન્ફ્રંસમાં દેશમાં ઉત્પન્ન થયેલી સ્થિતિની સંપૂર્ણ તસવીર રાખવામાં આવી. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે કયા પ્રકારે કોરોના સંક્રમણને રોકવા માટે અલગ-અલગ પ્રકારની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ પણ જણાવવામાં આવ્યું કે કઇ રીતે આગરા, જે હોસ્ટસ્પોટ બની ગયું અને જ્યાં સૌથી વધુ સેમ સામે આવી રહ્યા હતા, જ્યાં સંક્રમણની ચેનને તોડવામાં આવી. અહીં સ્કીન પર પ્રેજેંટેશન દ્વારા આગરાનું વિવરણ આપવામાં આવ્યું કે કયા પ્રકારે કોમ્યૂનિટી હેલ્થ વર્કરે દ્ચેનને તોડવામાં સ્ફળતા મેળવી. આગરામાં જે પ્રકારે સતત કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા હતા ત્યાં સમગ્ર વિસ્તારો હોટસ્પોટ બની ગયો હતો. 


લોકડાઉનનો થયો ફાયદો
આ સાથે જ પ્રેજેંટેશન દ્વારા એક એનાલિસિસનું વિવરણ આપવામાં આવ્યું કે દેશમાં જો લોકડાઉન લાગૂ ન કર્યું હોત અને સોશિય્લ ડિસ્ટેસિંગનું પાલન ન થયું હોત. તો કેટલા વધુ કેસ સામે આવી શકતા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે આઇસીએમઆર દ્વારા કોઇ સ્ટડી કરવામાં આવ્યો નથી પરંતુ આંકડાના આધારે એક એનાલિસિસ કરવામાં આવ્યું છે. પ્રેજેંટેશન દ્વારા તેનો ફોટો પણ બતાવવામાં આવ્યો. આ સાથે જ કહેવામાં આવ્યું કે જો લોકડાઉન ન થયું હોત તો દેશમાં 15 એપ્રિલ સુધી 8.2 લાખ કેસ નોંધાયા હોત, જ્યારે અત્યાર સુધી 7447 કેસ સામે આવ્યા છે. 


આઇસીએમઆરએ 1 દિવસમાં કર્યા 16564 ટેસ્ટ
આઇસીએમઆર તરફથી રમન આર ગંગાખેડકરે જણાવ્યું કે દેશમાં આજ સુધી 171718 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને આ સરકારી અને ખાનગી બંને લેબમાં થયા છે. કાલે સરકારી અને ખાનગી લેબ બંનેમાં દેશભરમાં 1 દિવસની અંદર 16564 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે બપોર સુધી દેશભરમાંથી ડેટા આવ્યો છે, તે અનુસાર 239 લોકોના અત્યાર સુધી મોત થયા છે. કોરોના સંક્રમણના કુલ કેસ 7447 થયા છે. પરંતુ તેમાં 642 લોકો સાજા થઇને ઘરે ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર