જેસલમેર : ભારતીય સેના દેશમાં પહેલી વાર જોઇન્ટ વૉર ગેમ એક્સરસાઇઝનું આયોજન કરવા જઇ રહ્યું છે. આ જોઇન્ટ વોર ગેમ એક્સરાઇઝનું આયોજન જેસલમેરમાં થશે. આ એક્સરસાઇઝમાં કુલ 8 દેશ ભાગ લેવાનાં છે. અધિકારીક સુત્રો અનુસાર જેસલમેરમાંઆયોજીત થનારા વોરગેમ એક્સરસાઇઝમાં ભાગ લેનારા દેશોમાં બેલારુસ, રશિયા, ચીન, કઝાકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, અર્મેનિયાનો સમાવેશ થાય છે. આ તમામ દેશોનાં પ્રતિનિધિઓ પહોંચી ચુક્યા છે.  આ પ્રતિયોગિતા 6 ઓગષ્ટથી 14 ઓગષ્ટ દરમિયાન આયોજીત થશે. આ એક્સરસાઇઝમાં રશિયા અને ચીનનાં પ્રતિનિધિઓ વિશેષ હાજરી આપવાનાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ISRO ના પૂર્વ વૈજ્ઞાનિક જેમણે સરકારનાં 325 કરોડ રૂપિયા હવામાં ઉડાડી દીધા !
અધિકારીક સુત્રો અનુસાર સુડાનનાં પ્રતિનિધિઓ 1 ઓગષ્ટ સુધીમાં જેસલમેર ખાતે પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે, જેસલમેર પહોંચ્યા બાદ ભારતીય સેનાનાં અધિકારીઓએ આ તમામ દેશોનાં પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેસલમેર વોર ફિલ્ડમાં તમામ દેશો ભેગા થઇને શક્તિપરિક્ષણ કરશે. 


માયાવતીએ પણ આઝમ ખાનની ઝાટકણી કાઢી, કહ્યું- 'ખુબ નિંદનીય, મહિલાઓની માફી માંગો'
આંખ ઉઘાડતો કિસ્સો...નવજાત બાળકીને દૂધની જગ્યાએ પીવડાવ્યાં 'આ' પીણા, થયું મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, આ જોઇન્ટ ઓપરેશન દ્વારા દરેક દેશ પોતાની શક્તિને વધારે ધારદાર બનાવે છે. ઉપરાંત દેશો એક બીજા પાસે રહેલા આધુનિક ટેક્નોલોજીથી પરિચિત થાય છે અને યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતી ટેક્નીકનો પણ અભ્યાસ કરે છે. જેથી તમામ દેશોની યુદ્ધ નીતિમાં ઘણો મોટો સુધારો થાય છે