પત્રકાર J Dey હત્યાકાંડ: છોટા રાજન સહિત 9 લોકો દોષી જાહેર, જિજ્ઞા વોરાને મળી મુક્તિ
જેડેની હત્યા કરવાના મામલે સાત વર્ષ બાદ આજે ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. જજ સમીર અજકરે કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષી ગણાવ્યો છે.
મુંબઇ: મુંબઇ: જેડેની હત્યા કરવાના મામલે સાત વર્ષ બાદ આજે ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો. જજ સમીર અજકરે કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સહિત 9 લોકોને દોષી ગણાવ્યા છે. તો બીજી તરફ અન્ય બે આરોપી જિજ્ઞા વોરા અને પોલ્સનને આ કેસમાં મુક્ત કરવામાં આવ્યા છે. દોષીઓમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ઉપરાંત સતીશ કાલિયા (શૂટર), અભિજીત શિંદે, અરૂણ ડાકે, સચિન ગાયકવાડ, અનિલ વાઘમારે, નિલેશ શેડગે, મંગેશ અગાવને અને દીપક સિસોદીયા છે. દોષીઓને આજે સાંજે 5 વાગે સજા અંગે ચૂકાદો આવી શકે છે. ફરિયાદી પક્ષનું કહેવું હતું કે પત્રકાર જે ડેની હત્યા છોટા રાજનના ઇશારે કરવામાં આવી હતી. આ મામલે તપાસ બાદ પોલીસે મકોકા કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યું છે.
પત્રકાર J Dey હત્યાકાંડ: છોટા રાજન સહિત 11 આરોપીઓ પર આવશે ચૂકાદો
જાણો મામલો
ફરિયાદ પક્ષના અનુસાર માફિયા છોટા રાજનને એમ લાગતું હતું કે જેડે તેના વિરૂદ્ધ લખતા હતા, જ્યારે મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનું મહિમામંડન કરે છે. ફક્ત આ કારણે જ છોટા રાજને પત્રકાર જેડેની હત્યા કરાવી હતી. તેણે જ આ હત્યાકાંડનું કાવતરું રચ્યું હતું. પુરાવા તરીકે કેટલાક એકસ્ટ્રા જ્યૂડિશિયલ કંફેશન છે.
છોટા રાજનના વકીલ અંશુમન સિંહા વિરૂદ્ધ ફરિયાદી પક્ષનું કહેવું ખોટું છે. છોટા રાજનના નામથી કરવામાં આવેલા બધ કોલ્સ બનાવટી છે. તેની કોઇ જાણકારી છોટા રાજનને ન હતી. જોકે છોટા રાજન વિરૂદ્ધ આ આરોપ છે કે જેડેની હત્યા બાદ જ્યારે હાહાકાર મચી ગયો હતો, ત્યારે રાજને ઘણી ન્યૂઝ ચેનલોની ઓફિસમાં ફોન ગયો હતો.
છોટા રાજને કહ્યું હતું કે તે જેડેને ફક્ત ધમકાવવા માંગતો હતો. તેનો ઇરાદો તેની હત્યા કરવાનો ન હતો. ફરિયાદી પક્ષે આ રેકોર્ડિંગને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યું હતું. તે દિવસોમાં વિદેશમાં બેઠેલા રાજને શૂટર સતીશ કાલિયા અને તેના સાથીઓની મદદ લીધી. પત્રકાર જિગના વોરાએ જેડેના હત્યારાની ઓળખ કરવામાં રાજનના ગુંડાઓની મદદ કરી હતી.
આ સનસનીખેજ હત્યાકાંડ બાદ મુંબઇ પોલીસ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આરોપી કેવી રીતે જેડેનો પીછો કરતા હતા. મીડિયાને પણ તે સમયે સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલના અનુસાર ફૂટેજમાં દેખાતા લોકો તે જ હત્યારા હતા જે જેડેનો પીછો કરતા હતા. અંતમાં તેમણે જ જેડેને ગોળી મારી હતી.
સંતોષ દેશપાંડે, સતીશ કાલિયા સહિત બે અન્ય આરોપીઓના વકીલનું કહેવું છે કે કોર્ટમાં ઉપરોક્ત બધા પુરાવા લાવવામાં આવ્યા નથી. બે વર્ષ પહેલાં જ્યારે રાજનને ઇંડોનેશિયાથી લાવવામાં આવ્યો હતો. ત્યારથી આ કેસ મુંબઇ પોલીસથી લઇને સીબીઆઇને સોંપવામાં આવ્યો હતો. સરકારી વકીલ પ્રદીપ ઘરાતે 155 સાક્ષીઓને રજૂ કર્યા હતા.
તિહાડ જેલમાં બંધ છોટા રાજનના જે વોઇસ સેમ્પ્લ લેવામાં આવ્યા હતા, તે પણ અન્ય અવાજો સાથે મેચ થઇ ગયા હતા. આ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે બેલેસ્ટિક અને વૈજ્ઞાનિક પુરાવા ફરિયાદી પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા હત. તેમને લાગે છે કે આ બધા પુરાવા અને સાક્ષીઓના નિવેદનો આરોપીઓને સજા અપાવવામાં સફળ થશે.