નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ (BJP Chief) જેપી નડ્ડાએ શનિવારના એક પ્રેસ કોન્ફરેન્સ કરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને કેટલાક સવાલ પુછ્યા. તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ફંડિંગને લઇને કોંગ્રેસને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીથી સંબંધો વિશે પુછ્યું. જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું કે, કોરોના વાયરસ સંકટની આડમાં સોનિયા ગાંધીએ તે સવાલોથી બચવું ન જોઇએ જે દેશ જાણવા માગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અજીબોગરીબ કિસ્સો: લગ્નના 9 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તે એક પૂરૂષ છે, જાણો સમગ્ર મામલો


તેમણે કહ્યું કે, પીએમ નેશનલ રિલીફ ફંડ જે લોકોની સેવા અને તેમને રહાત પહોંચાડવા માટે છે, તેમાંથી 2005-2008 સુધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા કેમ ગયા? આપણા દેશની જનતા તેનો જવાબ જાણવા માગે છે. નડ્ડાએ કોંગ્રેસના સવાલોને કઠેડામાં ઉભા કરતા વધુમાં કહ્યું કે, યૂપીએ શાસનમાં ઘણા કેન્દ્રીય મંત્રાલયો ઉપરાંત સેલ, ગેલ, એસબીઆઇ, અન્ય પર રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા આપવા માટે દબાણ બનાવવામાં આવ્યું.


આ પણ વાંચો:- Exclusive:PAKના કરતારપુર કોરિડોર ખોલવાના નિર્ણય પર રોષે ભરાયું ભારત, કહી આ મહત્વની વાત


ભાજપ અધ્યક્ષે સોનિયા ગાંધીથી પૂછ્યું કે પીએમ નેશનલ રિલીફ ફંડનો ઓડિટર કોણ છે? તેમણે કહ્યું કે, ઠાકુર વૈદ્યનાથન એન્ડ અય્યર કંપની ઓડિટર હતી. રામેશ્વર ઠાકુર તેના ફાઉન્ડર હતા. તો રાજ્ય સભાના સાંસદ હતા અને 4 રાજ્યોના રાજ્યપાલ રહ્યાં છે. ઘણા દાયકો સુધી તેના ઓડિટર રહ્યાં.


આ પણ વાંચો:- Exclusive! LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીઓનો જમાવડો, ભારતીય સેના એલર્ટ


નડ્ડાએ કોંગ્રેસ અને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સંબંદ પર સવાલ કરતા કહ્યું કે, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચાઇના એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલી ફ્રેન્ડલી કોનટેક્ટની સાથે ઘણું નજીકથી કામ કર્યું છે. એવા કયા કયા MoU હતા જે ચાઇનાની સાથે હસ્તાકક્ષર કર્યા હતા. નડ્ડાએ કોંગ્રેસથી આ સવાલ પણ કર્યો કે, ચાઈનીઝ એમ્બેસીથી ફંડ અને ચીનથી કેટલીવાર પૈસા લીધા.


આ પણ વાંચો:- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના ઘરે પહોંચી  ED, આ મામલે કરી રહી છે પૂછપરછ


તેમણે કહ્યું, દેશ સુરક્ષિત છે, મજબૂત છે, સેના દેશની રક્ષા કરવામાં સક્ષમ છે. સોનિયાજી પરેશાન થવાની જરૂરિયાત નથી. ગાંધી પરિવારના કરેલા કામો વિશે દેશની જનતા જાણવા માગે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube