જેપી નડ્ડા બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, મોદીએ કહ્યું અમે સ્કૂટર પર બેસીને પાર્ટીનું કામ કર્યું છે
જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થયા છે. અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી સહિત મોટા નેતાઓની હાજરીમાં તેમને સર્વાનુમતે અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. અધ્યક્ષ તરીકે તેમની સામે સૌથી મોટો પડકાર દિલ્હી વિધાનસભા ચૂંટણી હશે
નવી દિલ્હી: જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થયા છે. અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી સહિત મોટા નેતાઓની હાજરીમાં તેમને સર્વાનુમતે અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. અધ્યક્ષ તરીકે તેમની સામે સૌથી મોટો પડકાર દિલ્હી વિધાનસભા ચૂંટણી હશે. જેપી નડ્ડાએ પોતાના ભાઇ સાથે દિલ્હી મુખ્યાલયમાં મુલાકાત કરી. તેમને સર્વાનુમતે ભાજપના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા.
જેપી નડ્ડાએ અમિત શાહ (Amit Shah)ની જગ્યા લીધી છે. અમિત શાહ લગભગ સાડા પાંચ વર્ષ સુધી રહ્યા. અમિત શાહ સાડા પાંચ વર્ષ સુધીનો કાર્યકાળ ભાજપ માટે સુવર્ણ યુગ તરીકે યાદ કરવામાં આવશે. આ દરમિયાન પાર્ટીએ સફળતાના શિખર સર કર્યા. ભાજપે જ્યાં મોટાભાગની વિધાનસભાની ચૂંટણી જીતી તો બીજી તરફ 2019ની લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી. અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ તેમણે ભાજપના અધ્યક્ષ પદની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરી દીધા છે.
જેપી નડ્ડાએ કહ્યું હતું કે હું આભારી છું પ્રદેશની એકમોનો જેમણે મને સર્વાનુમતે ચૂંટ્યો છે. સર્વાનુમતે મને જે કામ કરવાની તક આપી છે તેના માટે પ્રદેશની તમામ એકમોનો આભાર વ્યક્ત કરું છું. તેેેેમણે કહ્યું હતું કે જે પ્રેમ, વિશ્વાસ, સહયોગ તમે મારા પર કર્યો છે તેના માટે હું આભાર વ્યક્ત કરું છું. વિશ્વની સૌથી મોટી પાર્ટીના કામ સંભાળવા અને તેને આગળ લઇ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને પાર્ટી સંગઠને જે મારા પર વિશ્વાસ મુક્યો છે તેના માટે હું બધાનો આભાર વ્યક્ત કરું છું.
જેને શીર્ષ નેતૃત્વના આટલા આર્શિવાદ મળ્યા હોય, તેને જો કોઇ જવાબદારી મળે છે તો જ્યાં તમે મારી સાથે છો અને નેતૃત્વમાં મારી સાથે છો, તો હું પુરી તાકાત સાથે આગળ વધીશ. આદરણીય વડાપ્રધાનજીએ પાર્ટીની રીતિ-નીતિ વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આપણે કેવી રીતે બીજી પાર્ટીઓ કરતાં અલગ છીએ. આપણે ફક્ત નીતિઓમાં અને નીતિઓની બારીકીઓમાં જ અલગ નથી પરંતુ તેના પરિણામ પણ અલગ છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે આદર્શો અને મૂલ્યો માટે 5-5 પેઢી ખપી ગઇ, તેમના આદર્શો અને મૂલ્યોને લઇને ભાજપ રાષ્ટ્રની આશા અને અપેક્ષાઓને અનુરૂપ પોતાને ઢાળશે અને વિસ્તાર કરશે. પાર્ટી હોરિજેંટલ વિસ્તાર કરે છે. અને કાર્યકર્તાઓનો વર્ટિકલ વિકાસ થઇ રહ્યો છે. આ પરંપરાનું પરિણામ છે. આજે પણ ભાજપ સતત નવી પેઢીઓ મળે છે. આ પેઢીઓ પોતાના કાલખંડમાં પાર્ટીને આગળ વધારવામાં સફળ થાય છે અને ઉત્તમ સેવા કરે છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2014માં અમિતભાઇ અને 2014 પહેલાં અમે રાજનાથજીના નેતૃત્વમાં લડ્યા. રાજકીય પક્ષો માટે ચૂંટણી સતત ચાલનારી પ્રક્રિયા છે. એકલામાં તો બધા પક્ષો કહે છે કે વારંવાર ચૂંટણી થાય છે. પરંતુ સામૂહિક રીતે બોલવામાં આ પક્ષોને સમસ્યા થાય છે. અમારી પાર્ટીનો વિકાસ સંઘર્ષ અને સંગઠન પાટા પર ચાલે છે.
રાજકીય પક્ષ માટે સત્તામાં રહેતાં પાર્ટીને ચલાવવી ખૂબ મોટો પડકાર છે. રાજકીય પક્ષ જોતજોતાં પોતાનામાં સરકારનો ભાગ દેખાવા લાગે છે. 70 વર્ષનો ઇતિહાસ જોયો છે કે રાજકીય પક્ષો અને સત્તામાં બેઠેલા લોક એક લાઇન પણ બચી નથી. મારી સામે પણ 2014 થી 2019 વચ્ચે પડકાર હતો કે સત્તામાં રહેતાં પક્ષની ગતિવિધિઓ, કાર્યકલાપો અને જનસંપર્કમાં રતીભાર ઉણપ આવવા ન દે. અમે સરકાર અને પક્ષ વચ્ચેની લીટીને પણ ભૂંસાવા નહી દઇએ. એવા સમયે પક્ષને ચલાવવા અને વધારવાનો પડકાર હોય છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર દ્વારા વિકાસ પામેલી પાર્ટી છે.
નડ્ડાજી સાથે સ્કૂટર પર બેસીને કામ કર્યું છે. જ્યારે હું સંગઠનનું કામ જોતો હતો, ત્યારે આ યુવા મોરચાનું કામ જોતા હતા. જ્યારે જે જવાબદારી મળી, તેને નિભાવતા રહ્યા. જે કામ મળ્યું, તેમાં ઉત્તમથી ઉત્તમ કરીને બતાવવું નડ્ડાજીમાં જોયું છે. હિમાચલના લોકોને લાગે છે તેમનો પુત્ર ભાજપનો રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યો. પરંતુ એટલો જ હક બિહારનો છે. તેમનું કેરિયર બિહારમાં પસાર થયું છે. તેમની રાજકીય યાત્રા પટનાથી શરૂ થઇ. અટલજી પણ હિમાચલથી હતા, નડ્ડાજી પણ તેમના જ હતા. મારું જીવનનો ઉર્જાવાન સમય પણ હિમાચલના લોકો વચ્ચે પસાર થયો છે.
મોદીએ કહ્યું કે ભાજપની વિશેષતા રહી છે કે અમે એક સુચારી રીતે ચાલનાર વ્યવસ્થા હેઠળ આગળ વધીએ છીએ. અમે લાંબા સમય સુધી મા ભારતની સેવા કરવા માટે આવેલા લોકો છીએ. અમારે સદીઓ સુધી આ કામ કરવાનું છે. જે અપેક્ષાઓથી આ પાર્ટીનો જન્મ થયો છે, તેને પુરો કર્યા વગર આરામથી બેસીશું અંહી. અમિતભાઇનો કાર્યકાળ એટલા માટે યાદ રાખવામાં આવશે, કારણ કે ટેક્નોલોજી, પાર્ટીને વધારવા અને કાર્યકર્તાઓ માટે તેમણે કામ કર્યું છે.
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે આજે અમારા માટે ગર્વ અને ખુશીનો દિવસ છે. ભાજપ વંશવાદના આધારે ચાલતી નથી. મોદીજીના નેતૃત્વમાં ભાજપે એવા રાજ્યોમાં પણ સરકાર બનાવી જ્યાં આશા ન હતી. જેપી નડ્ડાના નેતૃત્વમાં પાર્ટીને નવા મુકામ પર લઇ જવા માટે તૈયાર છે. મોદીજી અને નડ્ડાજીના નેતૃત્વમાં અમે પરિશ્રમની પરાકાષ્ઠા માટે પોતાને તૈયાર કરીશું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube