Jupiter Transit in Pisces 2022: ગ્રહ ગોચરના કારણે દરેક રાશિના જાતકો પર તેની અલગ અલગ અસરો થતી હોય છે. આ ગોચર કોઈના માટે ફાયદાકારક તો કોઈકના માટે નુકસાનકારક બની રહે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુનું રાશિ પરિવર્તન તમામ રાશિઓ માટે ખુબ મહત્વ ધરાવે છે. અત્રે જણાવવાનું કે ગત 12 એપ્રિલના રોજ ગુરુએ પોતાની અતિ પ્રિય એવી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે ગુરુ એક વર્ષ સુધી આ જ રાશિમાં રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવગુરુનો દરજ્જો જેને મળ્યો છે તે ગુરુ ગ્રહ એક વર્ષે રાશિ બદલે છે. એટલે કે હવે તેમનું રાશિ પરિવર્તન આગામી વર્ષ એપ્રિલ 2023માં થશે. આ એક વર્ષ સુધી કઈ રાશિના જાતકો પર ભરપૂર કૃપા રહેશે તે ખાસ જાણો. 


વૃષભ રાશિ: ગુરુનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે ખુબ લાભકારક સાબિત થવાનું છે. ગુરુના મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ વૃષભ રાશિના જાતકો માટે સારો સમય શરૂ થઈ ગયો છે. આવતું એક વર્ષ તેમને ગુરુ ખુબ  ફાયદો કરાવશે. આ ગોચરના કારણે તેમને કરિયરમાં મોટી સફળતા મળશે. એવું પણ બને કે કરિયર અંગે મોટું કોઈ સપનું પૂરું થઈ શકે છે. આવકમાં પણ ધરખમ વધારો થશે. જેના કારણે આર્થિક સમસ્યાઓ દૂર થશે. તમારા કામથી લોકો ખુબ ખુશ થશે અને પ્રશંસા મેળવશો. આ સિવાય લવ લાઈફ, મેરિડ લાઈફ માટે પણ આ સમય ખુબ સારો છે. જે લોકો સિંગલ છે તેમને પાર્ટનર મળશે. લગ્ન માટે વાટ જોઈ રહેલા યુવાઓના જલદી લગ્ન પણ થઈ શકે છે. 


કર્ક રાશિ: ગુરુનું આ ગોચર કર્ક રાશિના જાતકો માટે અદભૂત રહેશે. ભાગ્ય પૂરેપૂરો સાથ આપશે. દરેક કામ સરળતાથી પાર પડશે. મુસાફરી કરશો અને તેમાં ખુબ સફળતા પણ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકશે. કારોબારીઓ માટે ગુરુ ગ્રહ ખુબ લાભ કરાવશે. બિઝનેસ વધારવામાં સરળતા રહેશે. જે લક્ષ્યાંકો નક્કી કર્યા હશે તે પૂરા થશે. શત્રુઓ પણ હારશે. 


મિથુન: કરિયર અને વેપાર ક્ષેત્રે અપાર સફળતા અપાવશે. પ્રમોશન મળી શકે છે. પગાર વધારો પણ થઈ શકે છે. આ રાશિના કેટલાક જાતકોને મોટું પદ પણ મળી શકે છે. વેપારીઓનું નેટવર્ક મજબૂત થશે. વેપાર અને નફામાં અઢળક પ્રગતિ જોવા મળશે. ખાસ કરીને મીડિયા અને માર્કેટિંગ ક્ષેત્રે કામ કરતા લોકોને તગડો લાભ થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube