CBIના વચગાળાના ચીફ સામે અરજી દાખલ, CJI બાદ જસ્ટિસ સીકરીએ પણ પોતાને કર્યા અલગ
ગત સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ સીબીઆઇએ નાગેશ્વર રાવની નિયુક્તિની સામે કોમન કોઝ દ્વારા દાખલ અરજી પર સુનાવણીથી પોતાને અલગ કરી દીધા હતા.
નવી દિલ્હી: સીબીઆઇના વચગાળાના ડિરેક્ટર એમ. નાગેશ્વર રાવની સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એકે સીકરીએ પોતાને અલગ કર્યા છે. હવે બીજી બેંચ સુનાવણી કરશે. ગત સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ સીબીઆઇએ નાગેશ્વર રાવની નિયુક્તિની સામે કોમન કોઝ દ્વારા દાખલ અરજી પર સુનાવણીથી પોતાને અલગ કરી દીધા હતા. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, 24 જાન્યુઆરીએ નવા સીબીઆઇ નિદેશનકની નિયુક્તિને લઇ ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં ભાગ લઇ રહ્યા છે, એટલા માટે તેઓ આ મામલે સુનાવણી માટે પીઠનો ભાગ બની શકશે નહીં.
વધુમાં વાંચો: પ્રિયંકા ગાંધીના રાજકારણમાં આવવા પર PM મોદીએ BJP ‘પરિવાર’ વિશે શું કહ્યું?
આ મામલે હવે આવતીકાલે (25 જાન્યુઆરી) નવી બેંચ સુનાવણી કરશે. જણાવી દઇએ કે અરજી પ્રશાંત ભૂષણની એનજીઓ તરફથી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવમાં આવ્યું છે કે પસંદગી વગર સમિતિની મંજૂરીના નાગેશ્વર રાવની નિયુક્તિ કરવામાં આવી છે.
વચગાળાના સીબીઆઇ ડિરેક્ટરની જવાબદારી સંભાળી રહેલા એમ નાગેશ્વર રાવને 18 ડિસેમ્બરે સરકારે એડિશનલ ડિરેક્ટર તરીકે પ્રચારિત કર્યા હતા. ઓડિશા કેડરના 1986 બેંચના આઇપીએસ અધિકારી રાવના નામથી કેબિનેટની નિયુક્તિ સમિતિએ મંજૂરી આપી હતી.
વધુમાં વાંચો: 10 ટકા અનામત અંતર્ગત સવર્ણોને રેલેવની ઓફર, 2 વર્ષમાં મળશે 23 હજાર JOBS
સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે ઘર્ષણ સામે આવ્યા બાદ 24 ઓક્ટોબરે રાવને વચગાળાના સીબીઆઇ ડિરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી હતી. રાવના નામ પર નબેમ્બર 2016માં એડિશનલ ડિરેક્ટર માટે વિચાર કરવામાં આવ્યા ન હતો અને એપ્રિલ 2018માં આ બેંચની સમીક્ષા દરમિયાન પણ તેમના નામ પર વિચાર કરવામાં આવ્યો ન હતો.
પ્રધાનમંત્રીને સુપ્રીમ કોર્ટ જવું અને CJIને મળવું કઇ ખોટું નથી: જસ્ટિસ લોકુર
સીબીઆઇના વચગાળાના ડિરેક્ટરની નિયુક્તિ ‘ગેરકાયદે’
કોંગ્રેસના વરિષ્ટ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ પણ પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કહ્યું હતું કે, એમ નાગેશ્વર રાવની સીબીઆઇના વચગાળાના ડિરેક્ટર પદ પર નિયુક્તિ ગેરકાયદે છે. તથા તપાસ એજન્સીના નવા પ્રમુખની નિયુક્તિ માટે પસંદગી સમિતિની તત્કાલ બેઠક બોલાવવામાં આવે.
વધુમાં વાંચો: ગુરૂગ્રામમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાહી, 8 લોકો દટાયાની આશંકા
CBI પ્રમુખનું નામ આજે થઇ શકે છે જાહેર, PMની અધ્યક્ષતામાં યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક
સેન્ટ્રલ ઇન્વેસ્ટીગેશન બ્યૂરો (સીબીઆઇ)ના પ્રમુખ પદ માટે નવું નામ નક્કી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી અધિકારીઓની બેઠક ગુરુવારે યોજવામાં આવશે. જેમાં તપાસ એજન્સીના નવા ડિરેક્ટર માટેના સંભવિત નામો પર ચર્ચા કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે સમિતિની બેઠકમાં મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઇ) રંજન ગોગોઇ અથવા તેમના પ્રતિનિધિ અને લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે હાજર રહેશે.
વધુમાં વાંચો: દિલ્હીમાં અકસ્માત બાદ 2 કારમાં લાગી આગ, 3 લોકોનું આગમાં બળી જવાથી મોત
બેઠકમાં જે અધિકારીઓના નામ પર ચર્ચા કરવામાં આવશે, તેમાં મુંબઇ પોલિસ કમિશ્નર સુબોધ કુમાર જયસ્વાલ, ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહ અને રાષ્ટ્રી તપાસ એજન્સી (એનઆઇએ)ના પ્રમુખ વાયસી મોદી સામેલ છે. આ ઉપરાંત 1982 બેંચના આઇપીએસ અધિકારી જેકે શર્મા અને પરમિંદર રાય સામેલ છે. તેઓ વરિષ્ઠ છે પરંતુ સીબીઆઇમાં તેમની પાસે અનુભવનો અભાવ છે. રાય હરિયાણા કેડરના છે, જે 31 જાન્યુઆરી 2019 ના રોજ સેવાથી નિવૃત્ત થવાના છે. તેઓ હાલમાં રાજ્ય સતર્કતા બ્યૂરોના ડિરેક્ટર જનરલ છે, જે તેમને આ મુખ્ય પદ માટે યોગ્ય બનાવે છે.
વધુમાં વાંચો: કુંભ 2019: અખાડાની જેમ શંકરાચાર્ય બનાવશે સેવા દળ
સ્પેશિયલલ સચિવ (આંતરિક સુરક્ષા), ગૃહ મંત્રાલય, રીના મિત્રા એક અન્ય દાવેદાર છે. તેઓ 1983 બેંચની છે. તેઓ સીબીઆઇમાં પાંચ વર્ષ સુધી સેવા આપી ચુક્યા છે. તેઓ મધ્ય પ્રદેશ રાજ્ય સતર્કતા બ્યૂરોમાં ઘણા લાંબા સમય સુધી કાર્ય કર્યું છે. જ્યાં તેમણે ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દાઓ જોયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે જો તેમની પંસદગી થાય છે તો તેઓ સીબીઆઇની પહેલી મહિલા ડિરેક્ટર હશે. તેમણે જમાવ્યું કે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ક્રિમિનોલોજી અને ફોરેન્સિક સાયન્સના વર્તમાન પ્રમુખ તેમજ 1984 બેંચના ઉત્તર પ્રદેશ કેડરના આઇપીએસ અધિકારી જાવેદ અહેમદ પણ દાવેદાર છે. તેમણે ઉ.પ્રના ડીજીપી દરમિયાન ટ્વિટર એક્સેસ ઝુંબેશ, યૂપી 100 અને મહિલાઓ માટે સ્પેશિયલ હેપ્લાઇન જેવી ઘણી સેવાઓનું નેતૃત્વ કર્યું હતું.
વધુમાં વાંચો: અરુણ જેટલી રજૂ નહીં કરી શકે વચગળાનું બજેટ, જાણો કોને સોંપાયો નાણા મંત્રાલયનો ચાર્જ
અધિકારીઓએ જણાવ્યું કે લગભગ તેમની સરખામણીએ અનુભવ રાખનાર રાજસ્થાનના પૂર્વ ડીઝીપી ઓપી ગલહોત્રા સીબીઆઇમાં 11 વર્ષ સેવા આપી ચુક્યા છે. તેમણે જણાવ્યું કે ગલહોત્રાની બેંચે ઉ.પ્ર. કેડરના એચસી અવસ્થીની તપાસ એજન્સીમાં 8 વર્ષ સેવા આપી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇ)ના ડિરેક્ટર જનરલ તેમજ 1984 બેંચના આસામ-મેઘાલય કેડરના આઇપીએસ અધિકારી વાયસી મોદી સીબીઆઇમાં મુખ્ય પદની દોડમાં મુખ્ય પસંદગી ગણાવી રહ્યાં છે. તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ તપાસ ટીમ (એસઆઇટી)માં કામ કર્યું હતું. જેમણે ગુજરાતમાં થયેલા 2002ના રમખાણોની તપાસ કરી હતી. એસઆઇટીએ ગુજરરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલે ક્લીન ચીટ આપી હતી.
વધુમાં વાંચો: ભારતીય અર્થતંત્ર તેજ ગતિએ વિકાસ કરતું રહેશેઃ UN
અધિકારીઓએ જણાવ્યું કે બિહાર કેડરના 1984 બેંચના આઇપીએસ અધિકારી રાજેશ રંજને સીબીઆઇમાં લગભગ 5 વર્ષ કામ કર્યું છે અને ઇન્ટરપોલમાં પણ કામ કર્યું છે. ઉત્તર પ્રદેશ કેડરના 1984 બેંચના આઇપીએસ અધિકારી તેમજ બીએસએફ ડિરેક્ટર જનરલ રજનીકાંત મિશ્રા સીબીઆઇ ડિરેક્ટર પદની દોડમાં આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ ઓગસ્ટ 2019માં સેવાનિવૃત્ત થવાના છે. તેઓ સીબીઆઇમાં 5 વર્ષ કામ કરી ચુક્યા છે.
તેમણે જણાવ્યું કે અન્ય દાવેદારોમાં ભારત-તિબ્બત બોર્ડર પોલીસના ડીઝી એસએસ દેશવાલની પાસે પણ સીબીઆઇમાં કામ કર્યાનો 5 વર્ષનો અનુભવ છે. આરૂષિ મામલે તપાસ કરનાર સીબીઆઇની પ્રમથ ટીમનું નેતૃત્વ કરનાર ઉ.પ્ર. કેડરના 1985 બેંચના આઇપીએસ અધિકારી અરૂણ કુમાર પણ સામેલ છે.
વધુમાં વાંચો: શું પ્રિયંકા ગાંધી પૂર્વ યુપીમાં મોદી-યોગી, એસપી-બીએસપીનો જાદુ તોડી શકશે?
અન્ય દાવેદારોમાં કેરળ કેડરના 1985 બેંચના રિષી રાજ સિંહ અને લોકનાથ બેહરા સામેલ છે. જેમની પાસે સીબીઆઇના ક્રમશ: 6 અને 10 વર્ષનો અનુભવ છે. દિલ્હીના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકને પણ શોર્ટલિસ્ટેડ કરવામાં આવ્યા છે પરંતુ તેમની પાસે સીબીઆઇમાં કામ કરવાનો અનુભવ નથી.
1979 બંચના આઇપીએસ અધિકારી આલોક વર્માએ 10 જાન્યુઆરીએ સીબીઆઇ પ્રમુખ પદથી તેમને સેવાનિવૃત્તિના ત્રણ અઠવાડીયા પહેલા નોકરી રાજીનામુ આપી દીધુ છે. તેના માટે, વર્માના સ્થાન પર નવા ડિરેક્ટરની નિયુક્તિ માટે પસંદગી સમિતિની આ બેઠક યોજાવવાની છે. તપાસ એજન્સીના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની સાથે તેમનો ઝઘડો થયો હતો.
(ઇનપુટ ભષાથી)