નવી દિલ્હી: જસ્ટિસ એકે સીકરીએ રવિવારે સરકારી દરખાસ્ત માટે તેમની સંમતિ પાછી ખેંચી લીધી. જેના અંતર્ગત તેમને લંડન સ્થિત કોમનવેલ્થ સચિવાલય મધ્યસ્થી ટ્રાયબ્યુનલ (સીએસએટી)માં અધ્યક્ષ/સભ્ય તરીકે નામાંકન કરવાના હતા. માનવામાં આવી રહ્યું છે કે સરકારે ગત વર્ષના અંતમાં સીએસએટી માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સીકરીના નામની ભલામણ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આપના પૂર્વ નેતા ફૂલકાએ ભાજપ સાથેની નિકટતા સ્વીકારી, પરંતુ...


એક મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કહી કહ્યું કે, ‘જ્યારે ન્યાયના માપદંડ સાથે ચેડા થાય છે ત્યારે અરાજકતાનું રાજ થઇ જાય છે.’ સૂત્રોએ કહ્યું કે કોમનવેલ્થ ટ્રાયબ્યુનલના પદ માટે સીકરીની સંમતિ ‘મૌખિક રીતથી’ લેવામાં આવી હતી.


વધુમાં વાંચો: ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને આપ્યો પડકાર, ‘હિમ્મત હોય તો બનાવો રામ મંદિર’


મુખ્ય ન્યાયમૂર્તિના બાદ દેશના બીજા સૌથી વરિષઠ ન્યાયમૂર્તિના એક નજીકી સૂત્રએ જમાવ્યું કે ન્યાયાધીશે રવિવાર સાંજે કાયદા મંત્રાલયે લખીને સંમતિ પાછી ખેંચી લીધી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...