જસ્ટિસ ઉદય ઉમેશ લલિત બન્યા ભારતના 49મા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લેવડાવ્યા શપથ
જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે 49માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને પદના શપથ લેવડાવ્યા.
જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે 49માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંક્ષિપ્ત સમારોહમાં જસ્ટિસ લલિતને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ સમારોહમાં સામેલ થયા. ન્યાયમૂર્તિ લલિત અગાઉ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકે સેવા આપનારા ન્યાયમૂર્તિ એન વી રમના પણ હાજર હતા. એન વી રમના શુક્રવારે CJI ના પદેથી નિવૃત્ત થયા. ત્યારબાદ હવે આ પદભાર જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે સંભાળ્યો છે.
અત્રે જણાવવાનું કે 102 વર્ષથી લલિત પરિવાર વકિલાતના વ્યવસાયમાં છે. જસ્ટિસ યુ યુ લલિતના દાદા મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં વકીલાત કરતા હતા. તેમના પિતા ઉમેશ રંગનાથ લલિત જે હવે 90 વર્ષના છે તેઓ પણ જાણીતા વકીલ રહી ચૂક્યા છે. તેઓ બોમ્બે હાઈકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિતના પત્ની અમિતા લલિત શિક્ષણવિદ છે. જે નોઈડામાં એક સ્કૂલ ચલાવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube