લખનઉ: દેશની રાજધાની દિલ્હીમાં શનિવારના આઇએસઆઇએસ ના આતંકી અબુ યૂસુફ ઉર્ફે મુસ્તકીમની ધરપકડથી તેના પિતા સ્તબ્ધ છે. તેમણે કહ્યું કે, ક્યારે પણ એવું લાગ્યું નહીં કે મારો પુત્ર આતંકના માર્ગે ચાલે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુસ્તકીમના પિતા કફીલ અહમદે રવિવારે કહ્યું કે, તેમનો પુત્ર બિમાર રહેતો હતો અને તેમને ક્યારે એવો અનુભવ થયો નહીં કે તે આતંકવાદના માર્ગ પર ચાલી રહ્યો છે. શનિવારે જાણવા મળ્યું હતું કે, દિલ્હીમાં તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, યૂસુફે અહીંયા વિસ્ફોટક પદાર્થ ભેગો કર્યો હતો અને નજીકના કબ્રસ્તાનમાં તેનું ટેસ્ટિંગ કરતો હતો.


આ પણ વાંચો:- દાઉદ ઈબ્રાહિમ મુદ્દે પાકિસ્તાને મારી ગુલાંટ, આતંકવાદી માનવાનો કર્યો ઈન્કાર


કફીલે કહ્યું- મારો પુત્ર બગીચામાં ગયો ન હતો. અમે લોકો ઇદ-બરકીદ પર બગીચાના કબ્રસ્તાનમાં દઇ ફાતિહા કરીએ છે. હોઇ શકે છે કે તે એકાદ વખત ત્યાં ગયો હોય પરંતુ અમે વિસ્ફોટક પદાર્થ વિશે ક્યારે સાંભળ્યું નથી.


તેમણે વધુમાં કહ્યું કે, જો મને ખબર હોત કે મુસ્તકીમ વિસ્ફોટક પદાર્થ ભેગો કરી રહ્યો છે તો હું તેને મારા ઘરમાં ક્યાંરે પણ રાખતો નહીં. કફીલના ઘરથી વિસ્ફોટક પદાર્થ મળ્યો હતો.


આ પણ વાંચો:- PM મોદીની મોર સાથે જોવા મળી અદભૂત દોસ્તી, ખાસ જુઓ VIDEO


કફીલે કહ્યું, અમને કંઇક ખબર નથી. રાતે પોલીસ આવી અને ઘરનો સામાન ચેક કરી નીકળી ગઇ. ત્યારે અમને ખબર પડી કે તે શું હતું. અમને કંઇ ખબર ન હતી કે તે વસ્તુ ક્યાંથી આવી છે.


મુસ્તકીમના પિતા કફીલ અહમદે કહ્યું કે, જે કંઇ પણ થયું તેનો તેમનો ઘણો અફસોસ છે. બધાં જાણે છે કે મુસ્તકીમ ખૂબ જ સારો છોકરો છે. તે ખૂબ કાયદેસરની વાતો કરે છે. કોઈની સાથે કોઈ ઝઘડો કરતો નથી


આ પણ વાંચો:- Sushant Case: CBIના સવાલોમા બરાબર ફસાયા સિદ્ધાર્થ-નીરજ, બંનેના નિવેદનોમાં વિરોધાભાસ


ઉલ્લેખનીય છે કે, બલરામપુર જિલ્લાના બઢયા ભકસાઇ ગામના રહેવાસી મુસ્તકીમ ઉર્ફ અબુ યૂસુફની દિલ્હી પોલીસે ધોળાકુવા વિસ્તારમાં શુક્રવારના ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે, યૂસુફ આઇએસઆઇએસના આતંકવાદી છે અને તેની પાસેથી IED વિસ્ફોટક મળી આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર