નવી દિલ્હી: ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે આજે મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી તરફથી મોકલવામાં આવેલી માનહાનિની નોટિસ પર પલટવાર કર્યો છે. વિજયવર્ગીયે અભિષેક બેનરજી પર નિશાન સાંધતા કહ્યું કે હું ચોરોની ધમકીઓથી ડરતો નથી. બધા જાણે છે કે તેઓ બંગાળમાં શું કરે છે. ત્યાં દરેક ગેરકાયદેસર ગતિવિધિ તેમની સાથે જોડાયેલી છે. હું માફી માંગવાનો નથી., આ લોકો જલદી જેલમાં જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં ઝેરી દારૂ (લઠ્ઠો) પીને 12 લોકોના મોત થયા હતાં અને 35 લોકોની તબિયત બગડી હતી. આ ઘટના બુધવારે નાદિયા જિલ્લાના નરસિંહપુર ગામમાં થઈ હતી. અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યની સીઆઈડીએ નાદિયા જિલ્લા સ્થિત શાંતિપુરના ચોધરીપાડી વિસ્તારથી મુખ્ય આરોપી ગણેશ હળદરની ધરપકડ  કરી. હળદર આ મામલે પકડાયેલો પાંચમો વ્યક્તિ છે. 


મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે પોલીસને રાજ્યમાં ઝેરી દારૂ વેચનાર દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં. બર્ધમાનના કાલનામાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે પોલીસ નિશ્ચિત રીતે આ વાતને જોશે કે ઝેરી દારૂ ક્યાંક અન્ય રાજ્યોમાંથી તો પશ્ચિમ બંગાળમાં લાવવામાં આવતો નથી ને. 


ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને મુકુલ રોય સહિત ભાજપના નેતાઓના પ્રતિનિધિમંડળે આ મામલે શુક્રવારે શાંતિપુરની મુલાકાત કરી હતી. રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ભાજપે માગણી કરી હતી કે પશ્ચિમ બંગાળને પણ સંપૂર્ણ રીતે દારૂ મુક્ત જાહેર કરવામાં આવે. એવો આરોપ પણ લગાવ્યો કે રાજ્યમાં ઝેરી દારૂથી ઊભા થયેલા નાણા તૃણમુલ કોંગ્રેસને પહોંચે છે.રોયે માંગણી કરી કે રાજ્યમાં દારૂના વેચાણ પર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે. 


વિજયવર્ગીયે કહ્યું કે આ જોવું ખુબ દુખ ભર્યું છે કે રાજ્યના યુવા અને તેમના પરિવાર દારૂના કારોબારના કારણે બરબાદ થઈ રહ્યાં છે. તેમણે પૂછ્યું હતું કે શું દારૂનું વેચાણ એ તૃણમૂલ માટે ધનનો સ્ત્રોત છે? શું આ કારણે જ રાજ્યમાં પોલીસ અને પ્રશાસને દારૂની દુકાનોને પ્રોત્સાહન આપ્યું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...