Kali Movie Poster Row: કાલી ફિલ્મના પોસ્ટર પર વિવાદ વચ્ચે ડાયરેક્ટર લીના મણિમેકલઈએ વધુ એક ટ્વીટ કરીને વિવાદ ઊભો કર્યો છે. આ ફોટામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની  ભૂમિકા ભજવી રહેલા કલાકારો ધુમ્રપાન કરી રહ્યા છે. લીના મણિમેકલઈએ આ ફોટાને કેપ્શન આપી છે કે 'ક્યાંક બીજે'. આ ટ્વીટ બાદ લીના મણિમેકલઈ એકવાર ફરીથી નિશાના પર આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજનના નેતા શહજાદ પૂનાવાલાએ લીનાની એક ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા ક હ્યું કે આ રચનાત્મક અભિવ્યક્તિની વાત નથી. આ જાણી જોઈને ઉશ્કેરવાનો મામલો છે. હિન્દુઓને ગાળો આપવી= ધર્મનિરપેક્ષતા? હિન્દુ આસ્થાનું અપમાન=ઉદારવાદ? લીના જાણે છે કે તેમના સપોર્ટમાં એક આખી ઈકોસિસ્ટમ ઊભી છે. 


Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ફરી આવી શકે છે રાજકીય ભૂકંપ, ધારાસભ્યો બાદ હવે સાંસદોનો વારો!


2 જુલાઈએ શેર કર્યું હતું પોસ્ટર
વિવાદિત પોસ્ટર મણિમેકલાઈએ 2 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. વિવાદ વચ્ચે મણિમેકલાઈની ધરપકડી માગણી સાથે સોશિયલ મીડિયા પર ભારે બખેડો પણ થયો હતો. વિવાદ વકરતા ટ્વિટરે પ્રોડ્યુસર-ડાયરેક્ટર લીના મણિમેકલાઈની પોસ્ટ હટાવી દીધી હતી. લીનાના પોસ્ટર વિવાદ પર અનેક રાજ્યોમાં તેના વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ છે. 


Nupur Sharma: અજમેર દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો નવો Video થયો વાયરલ, જાણો કેમ ઉઠ્યા પોલીસ પર સવાલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube