Kalpana Chawla Birth Anniversary: આજે ભારતીય મૂળના અવકાશયાત્રી કલ્પના ચાવલાની 61મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 17 માર્ચ 1962ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના માતા-પિતાનુ નામ બનારસી લાલ ચાવલા અને સંજ્યોતિ ચાવલા હતુ. કલ્પનાએ તેનું પ્રારંભિક શિક્ષણ કરનાલની ટાગોર બાલ નિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના વિશે 10 અજાણી વાતો


1. કલ્પના ચાવલાનું પાકિસ્તાન સાથે પણ ખાસ કનેક્શન હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમનો પરિવાર પાકિસ્તાનના શેખપુરામાં રહેતો હતો અને ભાગલા સમયે હરિયાણાના કરનાલમાં સ્થાયી થયો હતો.
2. મીડિયાના એક રિપોર્ટ અનુસાર, કલ્પના ચાવલાના માતા-પિતા તેને ટીચર અથવા ડોક્ટર બનાવવા માંગતા હતા. પરંતુ માત્ર 8મા ધોરણમાં જ તેણે અવકાશયાત્રી બનવાનું નક્કી કર્યું હતું. તેમણે પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
3. માહિતી અનુસાર, 1984માં તેણે ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર કર્યું અને 1988માં કલ્પનાએ કોલોરાડો યુનિવર્સિટી બોલ્ડરમાંથી પીએચડી મેળવ્યું.



4. કલ્પના ચાવલાએ વર્ષ 1988માં નાસા માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. ડિસેમ્બર 1994 માં, તેઓ અવકાશયાત્રી તરીકે અવકાશ મિશન માટે પસંદ થયા.
5. કલ્પના ચાવલા ભારતીય અમેરિકન અવકાશયાત્રી અને સ્પેસ શટલ મિશન નિષ્ણાત હતા. તેઓ અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા હતા.
6. કલ્પના ચાવલાએ એક નહીં પરંતુ બે વખત અવકાશની સફર કરી હતી. તેમણે પ્રથમ વખત 19 નવેમ્બર 1997ના રોજ અવકાશ યાત્રા માટે ઉડાન ભરી હતી. 16 જાન્યુઆરી, 2003 ના રોજ, તેણે બીજી વખત અવકાશમાં ઉડાન ભરી.
7. 16 જાન્યુઆરી, 2003 ના રોજ, કલ્પનાએ અવકાશમાં ઉડાન ભરી, પરંતુ તે ફરીથી પૃથ્વી પર પાછા આવી શક્યા નહીં.
8. 1 ફેબ્રુઆરી, 2003ના રોજ પરત ફરતી વખતે તેમનું સ્પેસ યાન ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં તેની સાથેના તમામ અવકાશયાત્રીઓ માર્યા ગયા.
9. કલ્પના ચાવલાએ ફ્રાંસના જીન પિયર સાથે લગ્ન કર્યા જે ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર હતા.
10. વર્ષ 1991માં કલ્પના ચાવલાએ યુએસની નાગરિકતા મેળવી હતી.


આ પણ વાંચો
જ્યાં જ્યાં વધી રહ્યા છે H3N2 ના કેસ, ત્યાં-ત્યાં કોરોનાની પણ વાપસી
સુહાગરાતે પતિને ખાસ અપાય છે દૂધમાંથી બનતું આ દમદાર પીણું, કારણ છે જાણવા જેવું

અંબાજીનાં મોહનથાળનો શું છે વિશાળ ઈતિહાસ, જાણો ક્યાં અને કેવી રીતે બની રહ્યો છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube