એક્શન મોડમાં કોંગ્રેસની રાજ્ય સરકાર: 24 કલાકમાં 10 મહત્વનાં નિર્ણય
હિંદી પટ્ટીનાં ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવતા સાથે જ કોંગ્રેસના મુખ્યમંત્રીઓ એક્શનમોડમાં આવી ચુક્યા છે.
ભોપાલ : હિંદી પટ્ટીનાં ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવતા સાથે જ કોંગ્રેસના મુખ્યમંત્રીઓ એક્શનમોડમાં આવી ચુક્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં મુખ્યમંત્રી કમલનાથ અને ભૂપેશ બધેલે શપથગ્રહણ કર્યાનાં કલાકોમાં જ ખેડૂતોનું દેવું માફ કરવાનો આદેશ આપ્યો હતો. રાહુલ ગાંધીએ પોતાની ચૂંટણી ભાષણોમાં સરકાર બનતા જ 10 દિવસની અંદર ખેડૂતોની દેવામાફી કરવા માટેનું વચન આપ્યું હતું, જેને કમલનાથ અને બધેલે પહેલાં જ દિવસે પુર્ણ કર્યું. દેવામાફી ઉપરાંત રોજગાર પેદા કરવા માટેનો નિર્ણય પણ લેવામાં આવ્યો.
- MP: મધ્યપ્રદેશનાં ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ કરી દેવામાં આવ્યું, માનવામાં આવે છે કે આ નિર્ણયની અસર આશરે 30 લાખ કરતા વધારે ખેડૂતો પર પડશે.
- MP: કમલનાથ સરકારે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કન્યાદાન યોજનાની રકમ 28 હજારથી વધારીને 51 હજાર કરી દીધી છે.
- MP: નવા ઉદ્યોગો સ્થાપવા માટે અથવા મધ્યપ્રદેશમાં રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓને માત્ર તેવા સમયે જ સબસિડી મળશે જ્યારે ઉદ્યોગોમાં 70 ટકા રોજગાર સ્થાનીક લોકોને આપવામાં આવશે.
- છત્તીસગઢ: 16 લાખ 65 હજારથી વધારે ખેડૂતોનું 6100 કરોડ રૂપિયાનું દેવુ માફ
તો શું હવે ઠાકરે ચિંધ્યા માર્ગે રાજનીતિ કરશે કોંગ્રેસી કમલનાથ ?...
- છત્તીસગઢમાં ધાનનું સમર્થન મુલ્ય 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યું છે.
- છત્તીસગઢ ઝીરમ હૂમલાનાં શહીદોને ન્યાય અપાવવા માટે સીટની રચના કરાઇ
- નક્સલ વિરોધી ઓપરેશનનાં સ્પેશ્યલ ડાયરેક્ટર ડીએમ અવસ્થીની જવાબદારી વધારી દેવાઇ છે. તેમને મુકેશ ગુપ્તાની જગ્યાએ એસીબી અને EOWનો કાર્યભાર પણ આપવામાં આવ્યો છે.
- ભુપેશ બધેલે અશોક જુનેજાને ગુપ્ત વિભાગના હેડ નિયુક્ત કર્યા છે.
હવે મોબાઇલ નંબર, બેંક ખાતા સાથે આધાર લિંક કરાવવા અંગે આવ્યો નવો નિયમ...
-સંજય પિલ્લઇને છત્તીસગઢ ગુપ્તચર વિભાગનાં સ્પેશ્યલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. પિલ્લઇ 1968 બેચના અધિકારી છે.
- છત્તીસગઢ નાં સીએમ ભુપેશ બધેલે ઝીરમ ખીણ ઘટના દરમિયાન ગુપ્ત વિભાગનાં IG રહેલા મુકેશ ગુપ્તાની બદલી કરી દીધી છે. મુકેશ ગુપ્તાને રાયપુરમાં પોલીસ હેડક્વાર્ટર મોકલવામાં આવ્યા છે. તેઓ હાલ એસીબીની જવાબાદારી સંભાળી રહ્યા હતા.
-છત્તીસગઢમાં વાણીજ્યીક બેંકોને ટુંકા ગાળાની અપાયેલી લોનની ગણત્રી બાદ દેવું માફ કરવામાં આવશે.