લખનઉઃ શુક્રવારે હિન્દુ મહાસભાના ભૂતપૂર્વ નેતા કમલેશ તિવારની તેમના જ ઘરમાં ઘુસીને અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી નાખી હતી. શનિવારે ગુજરાતમાંથી ત્રણ આરોપી પકડાઈ ગયા છે. જોકે, કમલેશ તિવારની પરિવારજનો યોગી સરકારની તપાસથી સંતુષ્ટ નથી. ZEE NEWS સાથેની વાતચીતમાં કમલેશ તિવારીના પરિજનોએ કહ્યું કે, "તેમને યુપી પોલિસની તપાસ પર વિશ્વાસ નથી. આ ઘટનાની તપાસ NIA દ્વારા થવી જોઈએ."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ લખનઉ મંડળના કમિશનર મુકેશ મેશ્રામ અને સીતાપુરના ડીએમ અખિલેશ તિવારીએ તિવારી પરિવારને લેખિત આશ્વાસન આપ્યું હતું. પરિજનોએ એક સમાધાન પત્ર લખીને આપ્યો છે, જેમાં તેમણે 9 માગણી કરી છે. પરિજનોએ હત્યાની ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસથી માંડીને પરિવારની સુરક્ષા, સરકારી નોકરી સુધીની માગણી કરી છે. 


કમલેશ તિવારી હત્યાકાંડ: ત્રણેય આરોપીઓએ ગુનો કબુલ્યો- ગુજરાત ATS


આજી એસ.કે. ભગત આજે કમલેશ તિવારીના પરિજનોને મળવા માટે મહેમુદાબાદ પહોંચ્યા હતા. તેમણે પરિજનોને આશ્વાસન આપ્યું કે, બે દિવસના અંદર તેમની મુખ્યમંત્રી યોગી સાથે મુલાકાત કરાવાશે. પોલિસ દ્વારા જે તપાસ ચાલી રહી છે તેમાં સમગ્ર કેસ સ્પષ્ટ થઈ ગયો છે અને અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરાઈ છે. 


મુખ્યમંત્રી મોદીએ કમલેશ તિવારીની હત્યા અંગે જણાવ્યું કે, તેમની હત્યા રાજ્યમાં ભયનું વાતાવરણ પેદા કરવા કરાઈ છે. કોઈ પણ અપરાધીને છોડવામાં નહીં આવે. હત્યાકાંડની તપાસ માટે એસઆઈટીને સુચના આપી દેવાઈ છે. સાથે જ તેમણે કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં જ કમલેશ તિવારીના પરિજનોની મુલાકાત કરશે. 


અયોધ્યા કેસઃ 'મોલ્ડિંગ ઓફ રિલીફ'માં મુસ્લિમ પક્ષે બે મુદ્દા રજુ કર્યા, સુન્ની વક્ફ બોર્ડે કોર્ટ પર છોડ્યું


ઉલ્લેખનીય છે કે, કમલેશ તિવારી હત્યાકાંડમાં ગુજરાત એટીએસ દ્વારા સુરતમાંથી મૌલાના મોહસીન શેખ, ફેઝાન અને રસીદ પઠાણની ધરપકડ કરાઈ છે. રસીદખાન પઠાણ ઘટનાનો માસ્ટરમાઈન્ડ છે અને દુબઈમાં રહેતો હતો. અશફાખ અને મોઈનુદ્દીન શૂટર છે, જે હજુ ફરાર છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...