અયોધ્યા કેસઃ 'મોલ્ડિંગ ઓફ રિલીફ'માં મુસ્લિમ પક્ષે બે મુદ્દા રજુ કર્યા, સુન્ની વક્ફ બોર્ડે કોર્ટ પર છોડ્યું

મોલ્ડિંગ ઓફ રિલીફનો અર્થ એવો થાય છે કે, કોર્ટને એવું કહેવું કે જો અમારા પ્રથમ દાવાને સ્વીકારી શકાય એમ નથી તો નવા દાવા પર વિચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચૂકાદો અનામત રાખતા સમયે તમામ પક્ષકારોને 'મોલ્ડિંગ ઓફ રિલીભ' અંગે ત્રણ દિવસમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું. 
 

અયોધ્યા કેસઃ 'મોલ્ડિંગ ઓફ રિલીફ'માં મુસ્લિમ પક્ષે બે મુદ્દા રજુ કર્યા, સુન્ની વક્ફ બોર્ડે કોર્ટ પર છોડ્યું

નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં સંયુક્ત રીતે 'મોલ્ડિંગ ઓફ રિલીફ' પર પોતાની વૈકલ્પિક માગણી સીલબંધ કવરમાં રજુ કરી છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ પણ 'મોલ્ડિંગ ઓફ રિલીફ' પર પોતાની વૈકલ્પિક માગ સુપ્રીમમાં બંધ કવરમાં રજુ કરી છે. જ્યારે સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટ પર નિર્ણય છોડ્યો છે. 

શું હોય છે 'મોલ્ડિંગ ઓફ રિલીફ'?
મોલ્ડિંગ ઓફ રિલીફનો અર્થ એવો થાય છે કે, કોર્ટને એવું કહેવું કે જો અમારા પ્રથમ દાવાને સ્વીકારી શકાય એમ નથી તો નવા દાવા પર વિચાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચૂકાદો અનામત રાખતા સમયે તમામ પક્ષકારોને 'મોલ્ડિંગ ઓફ રિલીભ' અંગે ત્રણ દિવસમાં લેખિતમાં જવાબ આપવા જણાવ્યું હતું. 

મુસ્લિમ પક્ષ
મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં સંયુક્ત રીતે 'મોલ્ડિંગ ઓફ રિલીભ' પર પોતાની વૈકલ્પિક માગણી સીલબંધ કવરમાં રજુ કરી છે. સુન્ની વકફ બોર્ડે સામાજિક સમરસતાને જોતાં નિર્ણય લેવાની જવાબદારી કોર્ટ પર છોડી છે. શિયા વકફ બોર્ડે સમગ્ર વિવાદિત જમીન પર શ્રી રામ મંદિર બને એવું જણાવ્યું છે. 

રામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિ
આ સમિતિએ 'મોલ્ડિંગ ઓફ રિલીફ'માં જણાવ્યું છે કે, વિવાદિત જમીન પર મંદિર બને. મંદિરની દેખરેખ અને સંચાલન માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવે. હિન્દુ મહાસાભાએ જણાવ્યું છે કે, મંદિરની જાળવણી અને વહીવટ માટે કોર્ટ 'સ્કિમ ઓફ એડમિનિસ્ટ્રેશન' બનાવે. કોર્ટ એક ટ્રસ્ટની રચના કરે જે રામ મંદિરના નિર્માણ પછી સંપૂર્ણ વ્યવસ્થા સંભાળે. સુપ્રીમ કોર્ટ દ્વારા તેના માટે એક વહીવટદારની નિમણૂક કરવામાં આવે. 

નિર્મોહી અખાડા
નિર્મોહી અખાડાએ મોલ્ડિંગ ઓફ રિલીફમાં જણાવ્યું છે કે, રામલલા કે કોઈ પણ હિન્દુ પક્ષકારની તરફેણમાં ડિક્રી થવાના સંજોગોમાં સેવાના તેમના અધિકાર યથાવત રાખવા જોઈએ. તેમને જમીન પર મંદિર બનાવવાની સાથે-સાથે રામલલાની સેવા, પૂજા અને વ્યવસ્થાની જવાબદારીનો અધિકાર મળે. 

રામલલા વિરાજમાન
રામલલા વિરાજમાને જણાવ્યું છે કે, મંદિર નિર્માણનો સમગ્ર વિસ્તાર ભગવાન રામના ભક્તો પાસે આવવો જોઈએ. તમામ જમીન મંદિર માટે તેમને આપવામાં આવે. નિર્મોહી અખાડાને કોઈ અધિકાર ન મળવો જોઈએ. 

પક્ષકાર ગોપાલ સિંહ પણ દાવો રજુ કર્યો
રામ જન્મભૂમિના પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે પણ સુપ્રીમમાં જવાબ દાખલ કરતા કહ્યું છે કે, રામ જન્મભૂમિ પર પૂજા કરવાનો તેમને બંધારણિય અધિકાર છે. રામ જન્મભૂમિ અંગે કોઈ પણ પ્રકારનું સમાધાન શક્ય નથી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news