રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ બોલી કંગના રનૌત- મને ન્યાયની આશા છે
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut) આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)ને મળવા પહોંચી હતી. થોડા સમય પહેલા તે પોતાની સુરક્ષા સાથે રાજભવન ગઈ હતી. કંગનાએ તેમની ઓફિસમાં BMCની તોડફોડ મામલે રાજ્યપાલ સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો છે. રાજભવનની બહાર આવતાની સાથે જ કંગનાએ ZEE NEWS સાથે વાત કરી છે.
મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangna Ranaut) આજે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)ને મળવા પહોંચી હતી. થોડા સમય પહેલા તે પોતાની સુરક્ષા સાથે રાજભવન ગઈ હતી. કંગનાએ તેમની ઓફિસમાં BMCની તોડફોડ મામલે રાજ્યપાલ સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો છે. રાજભવનની બહાર આવતાની સાથે જ કંગનાએ ZEE NEWS સાથે વાત કરી છે.
આ પણ વાંચો:- BMCએ કંગના રનૌતને ફટકારી બીજી નોટિસ, હવે આ બિલ્ડિંગને ગેરકાયદેસર ગણાવી તોડવાની તૈયારી
કંગનાએ કહ્યું કે, તેની સાથે થઇ રહેલા અન્યાય અંગે રાજ્યપાલ સાથે વાત કરી છે. તેને આશા છે કે, તેની સાથે ન્યાય કરવામાં આવશે. કંગનાએ કહ્યું કે, મારી ઓફિસમાં જે તોડફોડ કરવામાં આવી હતી અને મારા વિશે જે સતત વિચિત્ર નિવેદનો આપવામાં આવી રહ્યા છે. રાજ્યપાલ અહીં અમારા જેવા લોકોના પેરેન્ટ્સ જેવા છે. તેથી મેં તેમની સામે મારી સાથે થયેલા અન્યાયની વાત કરી. વધુમાં કંગનાએ કહ્યું કે, આ મુલાકાતથી મને ન્યાય મળવાની સંપૂર્ણ આશા છે.
આ પણ વાંચો:- 20 વર્ષ પછી સપનું સાકાર! હવે આખુ વર્ષ સંપૂર્ણ રીતે દેશ સાથે જોડાયેલ રહેશે લદાખ
તમને જણાવી દઈએ કે, અગાઉ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા અને વળતરની માંગ કરી હતી, જ્યારે કંગના રાનૌતની ઓફિસમાં બીએમસીની કાર્યવાહીને નકારી હતી. આઠાવલેએ કહ્યું કે બીએમસીની કાર્યવાહી ખોટી છે. અભિનેત્રીને ન્યાય મળવો જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube