મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. બીએમસીએ કંગનાની ઓફિસ પર કાર્યવાહી કરી તો કંગનાએ ઉદ્ધવ ઠાકરે પર પર્સનલ એટેક કર્યો. આ બધા વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે વીડિયો કોન્ફરન્સિંગ કરી તો એવી આશા હતી કે તેઓ કંગના મુદ્દે જવાબ આપશે પરંતુ તેઓ કશું બોલ્યા નહીં. ઉદ્ધવ ઠાકરેએ ફક્ત એટલું જ કહ્યું કે હાલ મહારાષ્ટ્રને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે જેને તેઓ પોતે પહોંચી વળશે. ઉદ્ધવે વીડિયો કોન્ફરન્સિંગમાં મહારાષ્ટ્રમાં થઈ રહેલી રાજનીતિ પર વાત ન કરીને સંદેશો આપ્યો કે અત્યારનો સમય તેમના માટે કંગના કરતા વધુ જરૂરી કોરોના છે. 10 પોઈન્ટમાં જાણો તેમણે શું કહ્યું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. 'ચૂપ રહેવાનો અર્થ એ નથી કે જવાબ નથી'
કંગના મુદ્દે તેમણે નામ લીધા વગર કહ્યું કે હું બોલતો નથી તેનો અર્થ એ નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્ર સરકાર સતત પ્રતિકૂળ પરિસ્થિતિમાં કામ કરે છે. મુંબઈમાં તોફાન પણ આવીને ગયું. મહારાષ્ટ્ર સરકારે તે સ્થિતિમાં પણ સારું કામ કર્યું. હું રાજકારણ પર વાત નહીં કરું. 


'જે દિવસે ઠાકરે બ્રાન્ડનું પતન થશે, તે દિવસે મુંબઈનું પતન થવાનું શરૂ થઈ જશે'


2. 'રાજકીય તોફાનોનો સામનો તમારા સહયોગથી કરીશ'
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જેટલા પણ રાજકીય તોફાનો છે, તેમનો હું સામનો કરીશ. કોઈ પરવા નથી અને આ સાથે કોરોના સામે પણ લડત ચાલુ રહેશે. છેલ્લા કેટલાક સમયથી જે રાજકીય તોફાનો આવ્યાં છે તેમનો સામનો હું તમારા સહયોગથી કરીશ. 


3. 'નૈસર્ગિક આફત સામે અને હવે રાજકીય આફત સામે લડીશું'
કોરોના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે છેલ્લા 4 મહિનામાં અમે બેડ અને સારવારની સામગ્રીની સંખ્યા વધારી છે. ઉદ્ધવે કહ્યું કે તાજેતરમાં આપણે નૈસર્ગિક આફત સામે લડ્યા અને હવે રાજકીય આફત સામે પણ લડીશું. 


વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ બિહારને આપી મોટી ભેટ


4. 'ધીરે ધીરે જીમ અને રેસ્ટોરન્ટ  ખુલશે'
મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરતા ઉદ્ધવે કહ્યું કે બધા ધર્મના લોકોએ સામાજિક જવાબદારીનું પાલન કરતા પોતાના તહેવાર મનાવ્યાં. બધાનો આભાર. ધીરે ધીરે બધુ શરૂ થઈ રહ્યું છે. જીમ અને રેસ્ટોરન્ટ પણ સ્ટાર્ટ કરીશું. 


5. 'મહારાષ્ટ્રને સુરક્ષિત રાખવાની જવાબદારી મારી'
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોનાનું સંકટ વધી રહ્યું છે અને હજુ વધશે. સમગ્ર દુનિયામાં લાગે છે કે કોરોનાની સેકન્ડ વેવ શરૂ થશે. આથી ક્યાય પણ જાઓ તો બધા માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. મહારાષ્ટ્રને સુરક્ષિત રાખવાની જવાબદારી મારી છે. 


6. 'જ્યાં નથી જઈ શકતો ત્યાં વીડિયો કોન્ફરન્સિંગથી વાત'
જનતાને કરેલા સંબોધનમાં તેમણે કહ્યું કે 12 કરોડ જનતાની તપાસ કરવી  ખુબ મુશ્કેલ છે. મારા પર આરોપ લગાવવામાં આવ્યો કે મુખ્યમંત્રી ઘરની બહાર નીકળતા નથી. પરંતુ હું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા  દરેક જગ્યાએ પહોંચવાની કોશિશ કરી રહ્યો છું. 


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી AIIMS માં દાખલ, 12 દિવસ પહેલા જ થયા હતા ડિસ્ચાર્જ


7. 'જાતિ, ધર્મ ભૂલીને મારો પરિવાર મારી જવાબદારીમાં થાય સામેલ'
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ રાજ્યમાં એક મુહિમ શરૂ કરી રહ્યા છે. આ મુહિમ મારો પરિવાર મારી જવાબદારી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની દરેક વ્યક્તિ પોતાની જાતિ, ધર્મ અને ક્ષેત્રને ભૂલીને એક થાય અને રાજ્યની આ મુહિમમાં સામેલ થાય. 


8. 'પોતાના વિસ્તારની જવાબદારી લેવાની જરૂર'
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે નગરસેવક હોય, સ્થાનિક કાર્યકર હોય, કે પછી કોઈ પણ પક્ષ હોય, વિધાયક હોય, સંબધિત કોઈ પણ ક્ષેત્રનો કાર્યકર હોય, તમામ પોતાના વિસ્તારની જવાબદારી પર ધ્યાન આપવાની જરૂર છે. 


Xi Jinping વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, ચીનના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત


9. 'સાડા 29 લાખ ખેડૂતોના દેવા માફ કર્યા'
પોતાના કામ ગણાવતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સાડા 29 લાખ ખેડૂતોના દેવા માફ કર્યા છે. ખેડૂતોની પાછળ સરકાર ઊભી છે. છેલ્લા 4 મહિનામાં અમે બેડ અને સારવારની સામગ્રીની સંખ્યા વધારી છે. જેમાં ઓક્સિજનની સાથે સાથે દવાઓ વગેરે પણ સામેલ છે. 


10 'મરાઠા અનામત પર ફડણવીસ પણ સાથે'
મરાઠા અનામત પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત થઈ. તેમણે કહ્યું કે અનામત પર તમારી સાથે છીએ. આથી લોકોને અપીલ છે કે તમે રસ્તાઓ પર ન ઉતરો. સરકાર તમારી છે. તમારી વાત કોર્ટ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube