નવી દિલ્હી : બોલિવુડ સિંગર કનિકા કપુર ગત્ત દિવસોમાં કોરોના વાયરસનો શિકાર બની ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સિંગર કનિકા કપુર લંડનથી પરત ફરી હતી, ત્યાર બાદ તે અનેક પાર્ટિઓમાં પણ જોડાઇ હતી. જો કે ત્યાર બાદ કનિકા કપુર જ્યારે કોરોના પોઝિટિવ આવી તો તેને લખનઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પાર્ટી દરમિયાન તે અનેક દિગ્ગજ રાજનેતાઓને પણ મળી હતી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સિંગર પર માહિતી છુપાવવા અને જાણીબુઝીને લોકોમાં વાયરસનું સંક્રમણ ફેલાવવાનો આરોપ લાગ્યો હતો. જો કે હવે તે અંગે કનિકા કપુર દ્વારા પોતાની સ્પષ્ટતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉનની પર્યાવરણ પર સકારાત્મક અસર: નર્મદાનું પાણી મિનરલ વોટર કરતા પણ શુદ્ધ


સિંગર કનિકા કપુરે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે, મને માહિતી મળી છે કે મારા વિશે અનેક વાતો ચાલી રહી છે. કેટલીક વતોમાં તો જાણી બુઝીને આગ લગાવવામાં આવી કારણ કે મે ચુપ રહેવું યોગ્ય સમજ્યું હતું. હું એટલા માટે ચુપ નથી કારણ કે હું ખોટી હતી પરંતુ એટલા માટે ચુપ હતી કે હું આ વાતને જાણતી હતી કે લોકોને ગલતફહેમી થઇ ગઇ છે અને ખોટી માહિતી આપવામાં આવી છે. હું આ વાતનો સમય આપ્યો કે સત્ય આપોઆપ સામે આવશે અને લોકોને પોતાને જ સત્યની અનુભુતી થશે. 


લોકડાઉનમાં અખાત્રીજ: જ્વેલર્સને એક દિવસમાં જ કરોડો રૂપિયાનું નુકસાન

કનિકા કપુરે આગળ જણાવ્યું કે, તેના માટે કેટલાક તથ્ય તમારી સાથે વહેંચવા માંગીશ. હું હાલના સમયે લોખનઉમાં મારા માતાપિતાની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહી છું. યુકેથી આવ્યા બાદ હું જેટલા પણ લોકોના સંપર્કમાં આવી હતી, તેમાં કોવિડ 19નું કોઇ પણ લક્ષણ મળી આવ્યું નથી. પરંતુ તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હું 10 માર્ચે યુકેથી પરત મુંબઇ આવી હતી અને મને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે પણ તપાસવામાં આવી હતી. તે સમયે એવી કોઇ એડ્વાઇઝરી નહોતી. 18 માર્ચે યુકેમાં એડ્વાઇઝરી આવી હતી, જેમાં લખ્યું હતું કે, પોતાને ક્વોરન્ટીન કરે. મને બિમારીનું પોતાનામાં કોઇ લક્ષણ દેખાયું નહોતું. એટલા માટે મે પોતે ક્વોરન્ટિન થવું યોગ્ય લાગ્યું નહોતું. પોતાની સંપુર્ણ યાત્રાની માહિતી આપતા કનિકા કપુરે લખ્યું કે, હું આશા રાખુ છુ કેઆ મેટરથી લોકોને સત્ય અને સંવેદનશીલતાની સાથે ડીલ કરો. વ્યક્તિ પર નાકારાત્મકતા થોપવાથી સત્ય નથી બદલાતું. કનિકા કપુરની આ પોસ્ટ અંગે લોકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ અંગે કેટલાક મિમ્સ પણ બનવા લાગ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube