લોકડાઉનમાં અખાત્રીજ: જ્વેલર્સને એક દિવસમાં જ કરોડો રૂપિયાનું નુકસાન

અમારા દેશમાં કોઇ પણ શુભ કામ ચાલુ કરતા પહેલા શુભ મુહર્ જોવામાં આવે છે. પરંતુ અક્ષય તૃતિયા એક એવો દિવસ હોય છે, જ્યારે કોઇ પણ શુભ કામ કરવા માટે કોઇ શુભ મુહર્તની જરૂર નથી હોતી. આ જ કારણ છે કે, આ દિવસે સમગ્ર દેશમાં સૌથી વધારે લગ્ન થાય છે. એક અનુમાન અનુસાર સમગ્ર દેશમાં દર વર્ષે 1 કરોડથી વધારે લગ્ન થાય છે. તેમાંથી મોટા ભાગનાં લગ્ન અખાત્રીજનાં દિવસે થાય છે. જો કે આ વખતે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે લગ્ન ટળી ગયા છે. 
લોકડાઉનમાં અખાત્રીજ: જ્વેલર્સને એક દિવસમાં જ કરોડો રૂપિયાનું નુકસાન

નવી દિલ્હી : અમારા દેશમાં કોઇ પણ શુભ કામ ચાલુ કરતા પહેલા શુભ મુહર્ જોવામાં આવે છે. પરંતુ અક્ષય તૃતિયા એક એવો દિવસ હોય છે, જ્યારે કોઇ પણ શુભ કામ કરવા માટે કોઇ શુભ મુહર્તની જરૂર નથી હોતી. આ જ કારણ છે કે, આ દિવસે સમગ્ર દેશમાં સૌથી વધારે લગ્ન થાય છે. એક અનુમાન અનુસાર સમગ્ર દેશમાં દર વર્ષે 1 કરોડથી વધારે લગ્ન થાય છે. તેમાંથી મોટા ભાગનાં લગ્ન અખાત્રીજનાં દિવસે થાય છે. જો કે આ વખતે કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે લગ્ન ટળી ગયા છે. 
લગ્ન રદ્દ થવાનાં કારણે જ્વેલરી બજારમાં પણ મહામંદીનો માહોલ છે. કારણ કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનાં રિપોર્ટ જણાવે છે કે, એક દુલ્હન માટે સરેરાશ 200 ગ્રામ સુધીની જ્વેલરી ખરીદવામાં આવે છે. આ દિવસોમાં સોના ખરીદવી પણ શુભ માનવામાં આવે છે, એટલા માટે મોટા ભાગનાં લોકો પણ જ્વેલરી ખરીદે છે. ગત્ત વર્ષે જ અક્ષય તૃતિયા પર 23 હજાર કિલો સોનાનું વેચાણ થયું હતું. 

અક્ષય તૃતિયા પ્રસંગે સમગ્ર પ્રદેશમાં 1 લાખથી વધારે લગ્ન થાય છે. આ દરમિયાન દર વર્ષે 2થી 3 હજાર કરોડ રૂપિયાનો વ્યાપાર પણ થાય છે. જો કે લગ્ન ટળવાને કારણે આ વખતે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ પ્રકારે રાજ્યમાં મુખ્યમંત્રી કન્યા વિવાહ- નિકાહ યોજના હેટળ 26 એપ્રીલે 25થી વધારે લગ્ન થવાના હતા. જેને ટાળી દેવામાં આવી છે. આ લગ્ન અંગે સરકારનાં 127 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.

અખાત્રીજનાં દિવસે થનારા 20 હજારથી પણ વધારે લગ્ન રદ્દ થઇ ચુક્યા છે. લગ્નનું મેનેજમેન્ટ કરતી એક સંસ્થાનું અનુમાન છે કે, 16થી 30 એપ્રીલ સુધી રાજ્યમાં થનારા 25-30 હજાર લગ્ન પહેલા જ રદ્દ થઇ ચુક્યા છે. તેના કારણે આશરે 1.5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. રાજસ્થાન ભાડાના ટેંટ વેપાર વ્યવસાય સમિતીનાં અધ્યક્ષ રવિ જિંદલના અનુસાર કોરોનાની અસર મેમાં થાનારા લગ્ન પર પણ પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news