કન્નોજઃ  ઉત્તર પ્રદેશના કન્નોજમાં શુક્રવારે રાત્રે ભીષણ રોડ અકસ્માત થયો છે. ટ્રક અને ડબલ ડેકર સ્લીપર બસની આમને-સામને થયેલી ટક્કરમાં ઘણા યાત્રીકોના મોત થયાની આશંકા છે. આ દુર્ઘટના છિબરામઉ વિસ્તારમાં સર્જાઈ હતી. ટક્કર બાદ ટ્રક અને બસ બંન્નેમાં આગ લાગી ગઈ હતી. ઘટના સમયે બસની અંદર 50 મુસાફરો સવાર હોવાની વાત સામે આવી છે. તેમાંથી કેટલાક બહાર નિકળી ગયા, તો કેટલાક લોકો અંદર ફસાય ગયા હતા. હાલ તો મૃતકોનો આંકડો સામે આવ્યો નથી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર ફાયર વિભાગની ત્રણ ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્નોજના જિલ્લાધિકારી રવિન્દ્ર કુમારે કહ્યું કે, બસમાં આશરે 43 લોકો સવાર હતા. દુર્ઘટનામાં 21 લોકોને ઈજા થઈ છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવી લીધો છે. તેમણે જણાવ્યું કે, બચાવ કાર્ય જારી છે. 


કન્નોજના છિબરામઉમાં જીટી રોડ હાઇવે પર ગામ ઘિલોઈની પાસે ટ્રક અને ડબલ ડેકર સ્લીપર બસ વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર લાગતા જ બંન્ને ગાડીઓમાં આગ લાગી ગઈ હતી. થોડીવારમાં તો બંન્ને ગાડી સફળવા લાગી અને આગનો ગોળો બની ગઈ હતી. દુર્ઘટનામાં સ્લીપર બસમાં સવાર ઘણા યાત્રીકોનું આગમાં સળગીને મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાસ્થળ પર લોકોના ટોળે-ટોળા હાજર થઈ ગયા છે. 



સીએમ યોદીએ અધિકારીઓને આપી સૂચના
મુખ્યપ્રદાન યોગી આદિત્યનાથે જિલ્લા કન્નોજમાં ડબલ ડેકર બસમાં આગ લાગવાની ઘટના પર તાત્કાલિક નોંધ લીધી છે. તેમણે કન્નોજ જિલ્લાના અધિકારી અને પોલીસ અધિકક્ષને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને યાત્રીકોને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી છે. તો કાનપુરના રેન્જ આઈજી મોહિત અગ્રવાલ અનુસાર, હાલ તો મોત વિશે કંઇ કહી શકાય નહીં. પરંતુ પ્રત્યેક્ષદર્શિઓનું માન્યે તો જાનહાની વધુ હોઈ શકે છે.