Dharmendra પરીક્ષા કેન્દ્ર પર પહોંચતાં કેવી રીતે બની ગયો Sunny Leone, જાણો સમગ્ર મામલો
Kannauj Police Recruitment Exam: કન્નૌજથી વાયરલ થયેલા પોલીસ ભરતી પરીક્ષાના એડમિટ કાર્ડના મામલે મોટો ખુલાસો થયો છે. જે એડમિટ કાર્ડમાં સની લિયોનીનો ફોટો હતો, તે એડમિટ કાર્ડ મહોબાના ધમેન્દ્ર કુમારનું છે. ધમેન્દ્રનો દાવો છે કે તેણે જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું હતું ત્યારે પોતાનો ફોટો અને નામ હતું, પરંતુ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો તો ખબર પડી કે નામ અને ફોટો બંને બદલાઇ ગયા છે.
Sunny Leone's Admit Card: ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી માટે અભિનેત્રી સની લિયોનીના નામથી એડમિટ કાર્ડ ઇશ્યૂ થવાના મામલે મોટો ખુલાસો થયો છે. તપાસમાં ખબર પડી છે કે આ એડમિટ કાર્ડ મહોબા જિલ્લામાં રગૌલિયા બુર્જુગ ગામના રહેવાસી ધમેન્દ્ર કુમારનું છે. ધમેન્દ્રનો દાવો છે કે તેણે જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું હતું તો તેના પર તેનું જ નામ હતું અને ફોટો પણ તેનો પોતાનો લગાવેલો હતો. તો બીજી તરફ જ્યારે નિર્ધારિત સમય પર તે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો તો ખબર પડી કે તેના રોલ નંબરવાળા એડમિટ કાર્ડ પર ફિલ્મ અભિનેત્રી સની લિયોનીનું નામ અને તેનો જ ફોટો લાગેલો છે.
વામિકા બની ગઇ મોટી બહેન, નાની પરીની ક્યૂટનેસ જાદૂ જોઇ તમે પણ કહેશો 'વાહ'
તેલ લેવા ગઇ નોકરી... 30 વર્ષની છોકરીએ અમેરિકામાં નોકરી છોડી ઉભી કરી 100 કરોડની કંપની
નામ અને તસ્વીર બદલવાના કારણે ધર્મેન્દ્રને પરીક્ષામાં બેસવા પણ દેવામાં આવ્યો ન હતો. એવામાં તેની માત્ર બે વર્ષની તૈયારી જ બરબાદ થઈ ગઈ, પરંતુ તેનું પોલીસમાં જોડાવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. મોટો સવાલ એ છે કે એકવાર વેબસાઈટ ડાઉનલોડ થઈ ગયા પછી તેની સાથે કેવી રીતે ચેડાં થયા અને ધર્મેન્દ્રના એડમિટ કાર્ડમાં સની લિયોનીનું નામ અને ફોટો કેવી રીતે દેખાયો. હાલ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા પોલીસની ટીમ પણ આ જ મામલે પૂછપરછ કરવા ધર્મેન્દ્રના ઘરે પહોંચી હતી.
PM Surya Ghar Yojana: ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Signature Bridge ની સુંદર તસવીરો: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે પીએમ મોદી કરશે લોકાર્પણ
પીડિત ધમેન્દ્રએ નોંધાવ્યું નિવેદન
આ ટીમે ધમેન્દ્રનું નિવેદન લીધું છે. તેમાં ધમેન્દ્રએ જણાવ્યું કે તેણે મહોબાના જ એક સાઇબર કેફેમાંથી ફોર્મ ભર્યું હતું. તે સમયે તેને પરીક્ષા કેન્દ્ર કન્નૌજ મળ્યું. તેણે પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું તો તેના પર નામ અને ફોટો તેનો હતો, પરંતુ જ્યારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો તો તેણે જણાવ્યું કે તેના રોલ નંબરનું એડમિટ કાર્ડ સની લિયોનના નામ પર છે અને તેના પર ફોટો પણ સની લિયોનીનો છે. પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેણે ખબર નથી કે એડમિટ કાર્ડમાં ફોટો અને નામ કેવી રીતે બદલાઇ ગયા.
17 કરોડની સાડી, 25 કરોડનો હાર અને 5 કરોડનું આમંત્રણ કાર્ડ,પાણીની માફક ખર્ચ્યા રૂપિયા
Senior Citizen થઇ જાવ ટેન્શન ફ્રી, SBI ની આ ધાંસૂ સ્કીમ ઘરેબેઠાં આપશે પૈસા
ગત રવિવારે યોજાઈ હતી કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા
આ પૂછપરછ પછી તેણે તપાસ ટીમને પૂછવાનો પ્રયાસ કર્યો કે શું આ ભૂલને કારણે તેના બે વર્ષ વેડફાઈ ગયા. આ માટે તેણે ઘણી મહેનત કરી હતી. આ બરબાદી માટે કોણ જવાબદાર હશે? તમને જણાવી દઈએ કે ગત રવિવારે રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉત્તર પ્રદેશ પોલીસમાં 60,244 પદો પર કોન્સ્ટેબલની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાની શરૂઆત પહેલા કન્નૌજનું એક એડમિટ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. આ એડમિટ કાર્ડમાં ઉમેદવારનું નામ સની લિયોની હતું અને તેની તસવીર હતી.
કરોડો રેશનકાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી, ઘઉં અને ચોખાને લઇને બદલાઇ જશે જૂના નિયમ
Oppo અને OnePlus યૂઝર્સ માટે મોટા સમાચાર, આ સ્માર્ટફોનને મળ્યા 100થી વધુ નવા AI ફીચર