Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના કન્નૌજ (Kannauj) એક મજૂર થોડા કલાકો માટે અચાનક અબજોપતિ બની ગયો. રાજસ્થાનમાં એક ઇંટ-ભઠ્ઠામાં કામ કરનાર મજૂર બિહારી લાલ (45) એ પોતાના ગામના એક જનસેવા કેન્દ્રમાંથી બેંક ઓફ ઇન્ડીયા (Bank of India) ના પોતાના જનધન ખાતમાંથી 100 રૂપિયા નિકાળ્યા. થોડીવાર બાદ તેને એક એસએમએસ મળ્યો, જેમાં તેના ખાતામાં બાકી રકમ 2,700 કરોડ રૂપિયા જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થયો નહી વિશ્વાસ
તે ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં પોતાના પૈતૃક સ્થાન પર હતો, કારણ કે મોનસૂન સીઝનના કારણે ઇંટ-ભઠ્ઠા બંધ હતા. બિહારી લાલે જ્યારે વિશ્વાસ ન થયો તો તે બેંક મિત્ર પાસે ગયો. તેમણે ખાતાની તપાસ કરી અને તેના ખાતામાં બાકી રકમ 2,700 કરોડ રૂપિયા હોવાની પુષ્ટિ કરી. 

કરીના-કરિશ્માના પિતાની આ આદતથી કંટાળીને બબીતાએ છોડી દીધો હતો સાથ, વર્ષો બાદ પણ રહે છે અલગ!


ત્રણ વાર ચેક કર્યું એકાઉન્ટ
બિહારી લાલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે 'પછી મેં તેમને મારું એકાઉન્ટ ફરીથી ચેક કરવા કહ્યું, ત્યારબાદ તેમણે ત્રણ વાર ચેક કર્યું. જ્યારે મને વિશ્વાસ ન થયો તો તેમણે બેંક સ્ટેટમેન્ટ નિકાળી મને બતાવ્યું. મેં જોયું કે મારા એકાઉન્ટમાં 2,700 કરોડ રૂપિયા છે.''


થોડા કલાક જ રહી ખુશી
જોકે તેની ખુશી થોડા કલાક સુધી ટકી રહી, કારણ કે જ્યારે તે પોતાનું એકાઉન્ટ ચેક કરવા માટે બેંકની બ્રાંચમાં પહોંચ્યો, તો તેણે જણાવ્યું કે બાકી રકમ ફક્ત 126 રૂપિયા છે. પછી બેંકના મુખ્ય જિલ્લા મેનેજર અભિષેક સિન્હાએ સંવાદદાતાઓને કહ્યું કે ખાતાની તપાસ કરવામાં આવી અને તેમાં ફક્ત 126 રૂપિયા હતા.  

'હીરો અડધી રાત્રે બોલાવે તો જવું પડતું હતું...' કાસ્ટિંગ કાઉચ પર બોલી આ અભિનેત્રી


ખાતું થયું જપ્ત
બેંકના મુખ્ય જિલ્લા મેનેજરે કહ્યું 'આ સ્પષ્ટ રૂપથી એક બેકિંગ ખામી હોઇ શકે છે. બિહારી લાલના ખાતાને થોડા સમય માટે જપ્ત કરી લેવામાં આવ્યું છે અને કેસ બેંકના વરિષ્ઠ અધિકારીઓને ધ્યાને લાવવામાં આવ્યો છે. 


બિહારી લાલ રાજસ્થાનમાં એક ઇંટ-ભઠ્ઠા પર મજૂરના રૂપમાં કામ કરે છે અને દરરોજ 600 થી 800 રૂપિયા કમાય છે, પરંતુ વરસાદની સિઝનમાં ઇંટ ભઠ્ઠા બંધ રહેવાના કારણે હાલ તે એટલી કમાણી કરી રહ્યો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube