કાનપુર (રાજેશ એન અગ્રવાલ): ઉત્તર પ્રદેશના કાનપુરની બોક્સર પ્રિયંકા પાલ 25 વર્ષની ઉંમર સુધી મહિલાઓની મેચમાં રિંગમાં ઉતરતી હતી. યુનિવર્સિટી તરફથી તે નેશનલ લેવલ સુધી રમી, પરંતુ હવે ચૂપચાપ તેણે દિલ્હીની એક જાણીતી હોસ્પિટલમાં જઈને લિંગ પરિવર્તન કરાવી નાખ્યું  અને સંપૂર્ણ રીતે પુરુષ બન્યા બાદ તે હવે દુનિયા સામે આવી છે. આ મહિલા બોક્સર હવે શ્રેયાન પાલ નામથી ઓળખાશે. આ સાથે જ તેણે હવે પુરુષોના બોક્સિંગ કોચ બનવાનું નક્કી કરી લીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર: લાલુ યાદવની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાશે, આવકવેરા વિભાગે લગાવી અંતિમ મહોર


વ્યવસાયે બિલ્ડર રામસ્વરૂપની પુત્રી પ્રિયંકા પાલ કાનપુરના યશોદાનગરમાં રહે છે. પ્રિયંકાએ છોકરી તરીકે જન્મ લીધો હતો. બાળપણથી લઈને 25 વર્ષ  સુધી તે છોકરી તરીકે રહી. ગર્લ્સ કોલેજમાં તેણે અભ્યાસ કર્યો. પ્રિયંકાને બોક્સિંગનો શોખ હતો. આથી યુનિવર્સિટીની મહિલા બોક્સિંગ ટીમમાંથી તે નેશનલ લેવલ સુધી રમી, ત્યારબાદ બે વર્ષ પહેલા મહિલા સ્પોર્ટ્સ ટીચર ટરીકે હરિયાણામાં નોકરી જોઈન કરી લીધી. 


બાળપણથી પોતાને છોકરો માનતી હતી
પ્રિયંકાને બાળપણથી જ છોકરાઓની જેમ રહેવું ગમતું હતું. કપડાં પણ તે છોકરાઓ જેવા પહેરતી હતી. પ્રિયંકાના જણાવ્યાં મુજબ તેને 'મર્દાની' બનીને રહેવું ગમતું હતું આ જ જુસ્સા સાથે તે બોક્સિંગમાં મેડલ પર મેડલ મેળવતી ગઈ. 


દાઉદ, છોટા રાજનના સમયનો આ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન, પાઈ પાઈ માટે કરગરી રહ્યો છે


કેવી રીતે બદલી જેન્ડર
હરિયાણામાં સ્પોર્ટ્સ ટીચર તરીકે નોકરી દરમિયાન તેની મુલાકાત હોર્મોન વિશેષજ્ઞ સાથે થઈ. પ્રિયંકાએ જણાવ્યું કે તેની અંદર છોકરીઓ જેવી કોઈ ફિલિંગ નથી અને તે પોતાની જેન્ડર ચેન્જ કરાવવા માંગે છે. ત્યારબાદ દિલ્હીમાં ત્રણ મહિના સુધી તેનું મનોવૈજ્ઞાનિક પરીક્ષણ  કરાવવામાં આવ્યું. પછી પ્રિયંકાના લિંગ પરિવર્તન માટે જીડીઆઈ સર્ટિફિકેટ બહાર પડાયું અને પ્રિયંકા માટે શ્રેયાન બનાવાનો રસ્તો ખુલી ગયો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...