ટી20 વર્લ્ડ કપ વચ્ચે માઠા સમાચાર; ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જિંદગી ટૂંકાવી, ચોથા માળેથી ફૂદ્યો

David Johnson: ટી20 વર્લ્ડ કપની વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ ઝડપી બોલર ડેવિડ જોનસનનું 52 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. પોતાની ઉફાસ્ટ બોલિંગ માટે પ્રખ્યાત જોનસને ઘર આંગણે કર્ણાટક માટે કેટલાક શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં આવ્યો હતો.

ટી20 વર્લ્ડ કપ વચ્ચે માઠા સમાચાર; ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જિંદગી ટૂંકાવી, ચોથા માળેથી ફૂદ્યો

David Johnson: T20 વર્લ્ડ કપ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ડેવિડ જોનસનનું 52 વર્ષની વયે નિધન થયું છે. પોતાની ફાસ્ટ બોલિંગ માટે પ્રખ્યાત જોનસન ઘરેલૂ સર્કિટમાં કર્ણાટક માટે કેટલાક શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં આવ્યા હતા. તેમણે 1995-96 રણજી ટ્રોફી સિઝનમાં કેરળ સામે 152 રન આપીને 10 વિકેટ લીધી હતી. જોનસને પ્રાઈવેટ એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યાએ સૌને ચોંકાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ડિપ્રેશનમાં હતા.

પોલીસે આ મામલામાં શું કહ્યું?
કોથનુર પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, માનવામાં આવે છે કે જોનસને હેન્નુરમાં આત્મહત્યા કરી લીધી છે. કોથનુર પોલીસ સ્ટેશનમાં એક UDR (અકુદરતી મૃત્યુ રિપોર્ટ) નોંધવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શામપુરા મેઈન રોડ પર આવેલી આંબેડકર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે દારૂની લતને કારણે તેઓ થોડા અસ્વસ્થ પણ હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો છે. 

જાણકાર લોકોના જણાવ્યા અનુસાર, જોનસન છેલ્લા એક વર્ષથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે અને હોસ્પિટલમાં આવતા જતા રહેતા હતા. એવું જાણવા મળ્યું છે કે જોન્સને છેલ્લું અઠવાડિયું હોસ્પિટલમાં વિતાવ્યું હતું અને માત્ર ત્રણ દિવસ પહેલા જ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી પહેલી ટેસ્ટ
જોનસને 1996માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દિલ્હી ટેસ્ટમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. જવાગલ શ્રીનાથ ઈજાગ્રસ્ત થતા જોનસનને પોતાની કર્ણાટક ટીમના સાથી વેંકટેશ પ્રસાદની સાથે મળીને બોલિંગ કરી હતી. ત્યારબાદ તેઓ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ગયા હતા અને પહેલી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ નિયંત્રણના અભાવને કારણે તેમની ટેસ્ટ કારકિર્દી માત્ર બે મેચો સુધી ચાલી હતી, જેમાં તેણે 3 વિકેટ લીધી હતી.

કુંબલે અને ગંભીરે શોક પાળ્યો!
જોનસનના નિધન પર પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે અને પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે શોક વ્યક્ત કર્યો છે. કુંબલેએ ટ્વીટર પર લખ્યું, મારા ક્રિકેટ સાથી ડેવિડ જોનસનના નિધનના સનાચાર સાંભળીને ખુબ જ દુ:ખ થયું. તેમના પરિવાર પ્રતિ મારી સંવેદના. બહુ જલ્દી ચાલ્યા ગયા 'બેની'. જ્યારે ગંભીરે લખ્યું, ડેવિડ જોનસનના નિધનથી દુ:ખી છું. ભગવાન તેમના પરિવાર અને પ્રિયજનોને શક્તિ આપે.

2015 સુધી રમતા રહ્યા ક્રિકેટ
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જોનસને 39 મેચોમાં 28.63ની સરેરાશ અને 47.4ની સ્ટ્રાઈક રેટથી 125 વિકેટ લીધી છે. સામાન્ય રીતે નીચલા ક્રમમાં બેટિગ કરનાર આ ખેલાડીએ એક સદી પણ ફટકારી છે. જોનસને 33 લિસ્ટ એ મેચોમાં 41 વિકેટ ઝડપી છે. પ્રોફેશનલ ક્રિકેટની તેમની છેલ્લી મેચ 2015માં કર્ણાટક પ્રીમિયર લીગમાં હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news