નવી દિલ્હી: 5 રાજ્યોની પોલીસ યૂપીના જે ગેંગસ્ટર વિકાસ દુબે (Vikas Dubey)ને શોધવામાં લાગી હતી. તેને ઉજ્જૈનથી ધપરકડ કરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે વિકાસ દુબે ધરપકડ થયો કે તેણે સરેંડરની કહાની જાતે રચી. શું છે વિકાસના અજબ સરેંડરની ગજબ કહાની. અમે તમને તબક્કાવાર રીતે જણાવીએ કે કેવી રીતે સવારે ઉજ્જૈનમાં વિકાસની ધરપકડ કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશના ઉજજૈનથી હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની ધરપકડ કરવામાં આવી છે. યૂપીના સૌથી મોટા માફિયા ઉજ્જૈનમાં પોલીસની ધરપકડમાં આવ્યા બાદ પણ તેની અકડ ઓછી થઇ નથી. જ્યારે પોલીસે વિકાસ દુબેને પકડીને મહાકાલ પોલીસ સ્ટેશનમાં લઇ જઇ રહી હતી, ત્યારે તે સતત મીડિયા સાથે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન તે બૂમો પાડવા લાગ્યો. 'હું વિકાસ દુબે છું...કાનપુર વાળો'.


કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યાનો આરોપી વિકાસ મધ્ય પ્રદેશના ઉજજૈનમાં મહાકાલ મંદિરથી બહાર નિકળ્યો હતો કે તેને તેની ધરપકડ કરવામાં આવી. તેને સૌથી પહેલાં મહાકાલ મંદિરના ગાર્ડએ ઓળખ્યો. ત્યારબાદ તેણે પોલીસને આ વાતની સૂચના આપી. સમાચાર મળતાં જ ઉજ્જૈનને એસપી મનોજ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઉજ્જૈન પોલીસ વિકાસ દુબેને મંદિરથી પોતાની સાથે લઇ ગઇ. વિકાસ દુબેને પોલીસ અજ્ઞાત જગ્યાએ લઇ ગઇ. 


સ્થાનિક પોલીસ જે સમયે મહાકાલ મંદિર પરિસરથી વિકાસ દુબેને લઇને નિકળી. તે સમયે વિકાસ દુબેની બોડી લેંગ્વેજ પણ આશ્વર્યજનક કરનાર હતી. સફેદ રંગની ચેક શર્ટ અને ગ્રે પેન્ટ પહેરીને વિકાસ દુબેને જ્યારે પોલીસ પકડીને લઇ રહી હતી. તેની ચાલમાં કોઇ ફેરફાર થયો ન હતો. તે ઠીક પહેલાં જેવી અકડમાં હતો. 


ગત 6 દિવસથી વિકાસ દુબેની શોધખોળમાં ઉંઘ હરામ થઇ ગઇ હતી. હેતુ ફક્ત એટલો હતો કે યૂપીના મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેની ધરપકડ કરવાનો. દેશની 5 રાજ્યોમાં દરેક સીમા પર હાઇએલર્ટ હતું. ગાડીની તલાશી થઇ રહી હતી અને આખરે એમપી પોલીસ આરોપી વિકાસ દુબેની ધરપકડ કરવામાં સફળ થઇ. 


વિકાસ દુબે કાનપુરની ઘટના બાદ ભાગી ગયો હતો,ત્યારબાદ હરિયાણાના ફરીદાબાદમાં તેની ઝલક બતાવી હતી. ફરીદાબાદમાં એક હોટલના સીસીટીવીના કેમેરામાં દેખાયો હતો, પરંતુ તે ત્યાંથી ફરાર થઇ ગયો, રેડમાં તેની સાથીની ધરપકડ કરવામાં આવી હતી. 


વિકાસ દુબે સતત સંતાતો ભાગતો રહ્યો, પહેલાં તેના નોઇડા અને પછી રાજસ્થાન જવાની વાત કરવામાં આવતી હતી. એવામાં પોલીસે એનસીઆરમાં સતત રેડ કરી હતી. પરંતુ વિકાસ દુબે ત્યાં મળ્યો ન હતો. હવે સવાલ ઉભો થાય છે કે આટલી બંદીશો છતાં વિકાસ દુબે આખરે કેવી રીતે લાંબું અંતર કાપી સફર કરી શક્યો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube