કાનપુર: 8 પોલીસકર્મીના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી થયો ચોંકાવનારો ખુલાસો, ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur Encounter) માં બિકરુ (Bikru) ગામના નરસંહારમાં શહીદ થયેલા પોલીસકર્મીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ખૂંખાર અપરાધી વિકાસ દુબે અને તેના સાથીઓએ સીઓ દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મીઓની ખુબ જ નિર્દયતાથી હત્યા કરી હતી.
કાનપુર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur Encounter) માં બિકરુ (Bikru) ગામના નરસંહારમાં શહીદ થયેલા પોલીસકર્મીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ખૂંખાર અપરાધી વિકાસ દુબે અને તેના સાથીઓએ સીઓ દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મીઓની ખુબ જ નિર્દયતાથી હત્યા કરી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખુલાસો થયો છે કે સીઓ દેવેન્દ્ર મિશ્રા (Devendra Mishra) સહિત તમામ પોલીસકર્મીઓની હત્યા કરવા માટે ધારદાર હથિયારોનો પણ ઉપયોગ કરાયો હતો. પોલીસકર્મીઓને ફક્ત મારવાનો જ નહીં પરંતુ બદલો લેવાનો હેતુ પણ જોવા મળી રહ્યો છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સીઓ દેવેન્દ્ર મિશ્રાને 4 ગોળી મારવામાં આવી જેમાંથી ત્રણ ગોળી તેમના શરીરની આરપાર જતી રહી. એક ગોળી તેમના માથામાં, એક છાતીમાં અને 2 પેટમાં વાગી હતી. આ ઉપરાંત વિકાસ દુબે અને તેના સાથીઓએ સીઓ દેવેન્દ્ર મિશ્રાને ગોળીઓ માર્યા બાદ તેમનો પગ પણ કાપી નાખ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ બધી ગોળીઓ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી મારવામાં આવી હતી.
આ ઉપરાંત 3 પોલીસકર્મીઓના માથા પર અને એક પોલીસકર્મીને ચહેરા પર ગોળી મારવામાં આવી હતી. તમામ 8 પોલીસકર્મીઓના પોસ્ટરિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે તમામની ખુબ જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
કાનપુર એન્કાઉન્ટરમાં શહીદ થયેલા પોલીસકર્મીઓના રિપોર્ટ મુજબ સિપાઈ સુલ્તાનને બે ગોળી મારવામાં આવી હતી. અન્ય પોલીસકર્મીઓને આઠથી દસ ગોળીઓ મારવામાં આવી. જેનાથી તેમના ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં.
પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટર શરીર પર ગોળીઓના નિશાન જોઈને દંગ રહી ગયા હતાં. પોલીસકર્મીઓના ચહેરા, હાથ, પગ, છાતી અને પેટમાં ગોળીઓ વાગી હતી. જ્યારે સીઓ બિલ્હૌર દેવેન્દ્ર મિશ્રાના ચહેરા પર એક ગોળી વાગવાથી વાઈટલ ઓર્ગન શરીરની બહાર આવી ગયું હતું અને તેમણે તરત જ દમ તોડ્યો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube