Kanwar Yatra: દુકાનો પર નામ લખવાના આદેશ પર ભાજપના સાથી પક્ષોએ કર્યો વિરોધ, JDU-LJP-RLD ના બદલાયા સૂર
Shops Name On Kanwar Route: ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા દરમિયાન રૂટની દરેક દુકાનોની બહાર માલિકના નામ લખવાના સરકારી આદેશ પર સતત વિવાદ વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના આ નિર્ણય પર ભાજપના ત્રણ સહયોગી દળ જેડીયૂ, રાલોદ અને લોજપાએ વિરોધ વ્યક્ત કર્યો છે.
લખનૌઃ 22મી જુલાઈથી હિંદુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઇ રહ્યો છે.. તેની સાથે શ્રાવણ માસના પહેલા દિવસથી કાવડ યાત્રા પણ શરુ થઇ જશે.. શ્રધાળુ હરિદ્વારથી આ યાત્રાની શરૂઆત કરશે.. પરંતુ યાત્રા પહેલા યુપી પ્રશાસનના એક આદેશથી વિવાદ થઇ ગયો છે.. આદેશમાં કહેવાયું છેકે, યાત્રાના માર્ગ પર જે કોઈ દુકાનો આવે છે તેમના માલિકનું નામ દુકાન પર ફરજિયાત લખવું.. આ આદેશથી ઉત્તર પ્રદેશ અને ખાસ કરીને દેશની રાજનીતિમાં ઘમાસાણ મચી ગયું છે.. યોગી સરકારના આ નિર્ણયથી વિપક્ષ અને NDA ના સાથી પક્ષો આક્રામક થઈ ગયા છે.. જુઓ આ રિપોર્ટ..
આગામી 22 જૂલાઈથી શરૂ થનારી કાવડ યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે..પરંતુ, અહીં વાત એ નથી.. જી હાં, કાવડ યાત્રાની તૈયારીઓ કરતા હાલ ઉત્તર પ્રદેશ અને દેશની રાજનીતિમાં ચર્ચામાં છે.. દુકાનો પરના આ બોર્ડ અને નેમપ્લેટ.જી હાં, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રાના માર્ગમાં આવતી તમામ દુકાનો પર નામ લખવાનો આદેશ આપ્યો છે.. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ દુકાનો અને ગાડીઓ પર તેના નામ લખે જેથી કાવડ યાત્રી જાણી શકે કે તેઓ કઈ દુકાનમાંથી સામાન ખરીદી રહ્યા છે.. એટલે કે હવે ઘનશ્યામ હોય કે ઈમરાન દરેકે પોતાની હોટેલ-દુકાનની બહાર નેમ પ્લેટ લગાવવી પડશે..
આ બધા વિવાદો વચ્ચે સીએમ યોગીએ કાવડ યાત્રામાં કોઈ અસુવિધા ના થાય તે માટે પગલા ભર્યા છે..
મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું છે કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પર ખાદ્યપદાર્થોની દુકાનો પર 'નેમ પ્લેટ' લગાવવાની રહેશે..
દુકાનો પર માલિક અને તેમની ઓળખ લખવાની રહેશે..
કાવડ યાત્રીઓની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે..
હલાલનું પ્રમાણપત્ર ધરાવતા ઉત્પાદનો વેચનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દેશના આ મંદિરની નીચે છુપાયેલો છે ખજાનો, સેટેલાઈટ તસવીરોએ આપ્યા સંકેત
ઉત્તર પ્રદેશ સરકારના આદેશથી મુઝફ્ફરનગરના બજારોની તસવીર બદલાઈ ગઈ છે. આ આદેશનું દુકાનદારો સમર્થન પણ કરી રહ્યા છે..
યોગી સરકારના આ નિર્ણયનો વિરોધ પણ ખૂબ થઈ રહ્યો છ.. પહેલા વિપક્ષો દ્વારા તેમના નિર્ણયનો વિરોધ કરાયો, હવે ખૂદ ભાજપના સાથી પક્ષોએ પણ વિરોધમાં સૂર પુરાવવાનું શરૂ કરી દીધું છે.. યોગી સરકારના આદેશનો આદેશનો જનતા દળ યુનાઈટેડ, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનએ વિરોધ કર્યો બાદ હવે એનડીઓના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટીએ પણ યોગીના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે..
આગામી 22 જૂલાઈથી ઉત્તર પ્રદેશ અને બિહારમાં કાવડ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે.. એવામાં યોગી સરકારના આ નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે તો કેટલીક જગ્યાએ સમર્થન પણ થઈ રહ્યું છે.. હવે જોવું એ રહ્યું કે, આ નિર્ણયને લઈને કેટલું ઘમાસાણ મચશે..