નવી દિલ્હી: અયોધ્યા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી ટાળ્યા બાદ નેતાઓ અને અન્ય લોકોના નિવેદનો શરૂ થઇ ગયા હતા. મંગળવારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ આ મેમલે તેમનું નિવેદન આપી ભાજપનો ઘેરાવો કર્યો હતો. તેમણે કહ્યું ‘ અયોધ્યા મામલે સુનાવણી કઇ તારીખે થવી જોઇએ તે કોર્ટ નક્કી કરશે. તે ભાજપ અથવા કોંગ્રેસ નક્કી કરશે નહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે જો સરકાર અયોધ્યા રામ મંદિર પર કાયદો બનાવવા માંગે છે તો તે કાયદો બનાવે. કોંગ્રેસને તેને રોકી રહી નથી. કપિલ સિબ્બલે ભાજપની મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે આ મુદ્દો આગમી ચૂંટણીના કારણે ઉઠાવવામાં આવ્યો છે. તેમણે સવાલ કર્યો કે શું સરકાર પાછલા ચાર વર્ષથી સુતી હતી.


તમને જણાવી દઇએ કે અયોધ્યા વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં સોમવારે મહત્વપૂર્ણ સુનાવણી ટાળી દેવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કોલ અને જસ્ટિસ કે.એમ. જોસેફની બેન્ચે આ મામલે નવા વર્ષે જાન્યૂવારીમાં માટે ટાળી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ હવે જાન્યૂઆરીમાં આ મામલે સુનાવણીની આગળની તારીથ નક્કી કરશે. તે દિવસે આ પણ નક્કી થશે કે સીજેઆઇ રંનજ ગોગોઇની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની આ બેન્ચ જ આ મામલાની સુનાવણી કરશે અથવા કોઇ નવી બેન્ચની રચના કરવામાં આવશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...