શૌર્યના 20 વર્ષ: કારગિલ યુદ્ધ...જ્યારે ભારતીય સેનાએ જીત્યું દુનિયાનું સૌથી મુશ્કેલ યુદ્ધ
ભારતીય સેનાએ 20 વર્ષ અગાઉ દુનિયાની સૌથી મુશ્કેલ જંગ જીતીને દુનિયાને પોતાનો દમ દેખાડ્યો હતો અને પાકિસ્તાની સેનાના સેંકડો જવાનોનો ખાત્મો કર્યો હતો.
નવી દિલ્હી: ભારતીય સેનાએ 20 વર્ષ અગાઉ દુનિયાની સૌથી મુશ્કેલ જંગ જીતીને દુનિયાને પોતાનો દમ દેખાડ્યો હતો અને પાકિસ્તાની સેનાના સેંકડો જવાનોનો ખાત્મો કર્યો હતો. કારગિલ યુદ્ધના દરેક પહેલુંને આજે અહીં જણાવીએ છીએ. તે સમયે 2જી મે 1999ના રોજ એક તાશી નામનો ભરવાડ પોતાની યાર્કને શોધવા ગયો અને સૌથી પહેલા તેણે જ આતંકીઓના વેશમાં આવી ગયેલી પાકિસ્તાની સેનાને કારગિલની પહાડીઓ પર જોઈ. 3 મે 1999ના રોજ તાશીએ તેની જાણકારી રસ્તામાં મળેલા સેનાના એક જવાનને આપી.
કારગિલની પહાડીઓમાં ઘૂસણખોરોની હાજરીની જાણકારી મળતા દિલ્હી સેના હેડક્વાર્ટરને તેની જાણ કરાઈ. ત્યારબાદ સેના હેડક્વાર્ટરે રક્ષા મંત્રાલયની સહમતિ બાદ ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી. ઘાટીમાં હાજર સેનાની કેટલીક ટુકડીઓને કારગિલ માટે રવાના કરી દેવાઈ. આ બાજુ ભારતીય સેનાની હલચલ જોતા પહાડીઓ પર બેઠેલા ઘૂસણખોરો પણ સતર્ક થઈ ગયા હતાં.
કારગિલની પહાડીઓ પર હાજર આ ઘૂસણખોરોએ ભારતીય સેનાની ગતિવિધિઓની જાણ ઈસ્લામાબાદમાં બેઠેલા આકાઓને આપી. ત્યારબાદ ઘૂસણખોરોને મજબુતી આપવા પાકિસ્તાન તરફથી ભારતીય સરહદે ફાયરિંગ શરૂ કરાયું. પાકિસ્તાની તોપના ગોળા કારગિલ મુખ્યાલયમાં આવેલા સેનાના હથિયાર ભંડારને નિશાન બનાવી રહ્યાં હતાં. 9મી મેના રોજ પાકિસ્તાન તરફથી થઈ રહેલા ગોળાબારીમાં કારગિલનો આ હથિયાર ભંડાર નષ્ટ થઈ ગયો.
આજે 20મો કારગિલ વિજય દિવસ: દ્રાસમાં થનારા સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સામેલ થશે
આ ઘટનાના એક દિવસ બાદ 10મી મેના રોજ પહેલીવાર દ્રાસ, કાકસાર અને મુશ્કોહ સેક્ટરમાં પાકિસ્તાની ઘૂસણખોરો જોવા મળ્યા હતાં. ત્યારબાદ ભારતીય સેનાએ આ પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડવા માટે અનેક ટુકડીઓ રવાના કરી હતી. આ દરમિયાન 14મી મે 1999ના રોજ ભારતીય સેનાના કેપ્ટન સૌરભ કાલિયાને પાકિસ્તાની ઘૂસણખોરોની હાજરી અંગે જાણ થઈ. માહિતી મળતા જ કેપ્ટન સૌરભ કાલિયા પોતાની ટુકડીને લઈને પેટ્રોલિંગ પર નીકળી ગયાં.
કેપ્ટન સૌરભ કાલિયાની સાથે પેટ્રોલિંગ પર નીકળેલી આ ટુકડીમાં અર્જુન રામ, ભંવર લાલ બાગારીયા, ભીકા રામ, મૂળ રામ અને નરેશ સિંહ પણ સામેલ હતાં. કેપ્ટન સૌરભ કાલિયા જલદી પોતાના સાથીઓ સાથે જ્યાં પાકિસ્તાની ઘૂસણખોરો હતાં ત્યાં પહોંચી ગયાં. અહીં કેપ્ટન સૌરભ કાલિયા અને તેમના સાથીઓની સંખ્યા માત્ર 5 હતી જ્યારે ઘાત લગાવીને બેઠેલા દુશ્મનોની સંખ્યા સેંકડોમાં હતી. પાકિસ્તાની ઘૂસણખોરોએ કેપ્ટન સૌરભ કાલિયા અને તેના સાથીઓનું અપહરણ કર્યું. ત્યારબાદ તેમની અને તેમના સાથીઓની નિર્મમ હત્યા કરી નાખી.
કારગિલની પહાડીઓ પર બેઠેલા પાકિસ્તાની ઘૂસણખોરોને હવે ખાતરી થઈ ગઈ કે તેમના અંગે ભારતીય સેનાને ખબર પડી ગઈ છે. આથી તેમણે પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓને ગોળાબારી વધારવાનું કહી દીધુ. પાકિસ્તાન તરફથી વધતા ગોળાબારીને જોતા ભારતીય સેનાએ પણ કારગિલ ક્ષેત્રમાં પોતાની મોટી તોપોને તહેનાત કરીને જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. આ બાજુ કેપ્ટન સૌરભ કાલિયાથી કોઈ સંપર્ક ન થતા ભારતીય સેનાએ પોતાના જાસૂસી વિમાનોને કારગિલની પહાડીઓ પર રહેલા ઘૂસણખોરોની માહિતી લેવા માટે રવાના કરી દીધા.
ભારતીય સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોના યોગ્ય ઠેકાણાની માહિતી મેળવવા માટે પેટ્રોલિંગ પાર્ટીઓની સંખ્યામાં વધારો કરી દીધો. ત્યારબાદ ભારતીય સેનાને ખબર પડી કે પાકિસ્તાની ઘૂસણખોરોએ મસ્કોહથી બટાલિકની વચ્ચે લગભગ 120 કિમીના વિસ્તારમાં અનેક જગ્યાએ પોતાના બંકરો બનાવી લીધા હતાં. દુશ્મને ભારતીય સરહદથી લગભગ 10 કિમી અંદર ઘૂસીને દ્રાસ, કાસ્કર, બટાલિક અને મસ્કોહમાં પોતાના ઠેકાણા બનાવ્યાં હતાં. જાસૂસી વિમાનોએ પાછા આવ્યાં બાદ એ પણ સૂચના આપી કે પાકિસ્તાની ઘૂસણખોરોએ કારગિલથી ઉત્તર દિશામાં લગભગ 80 કિમીના વિસ્તારમાં ઊંચી પહાડીઓ પર પોતાના ઠેકાણા બનાવ્યાં છે.
પાકિસ્તાની ઘૂસણખોરોની પહાડીઓમાં પોઝીશન કઈંક એવી હતી કે તેઓ કાશ્મીરથી લેહને જોડનારા નેશનલ હાઈવે એકની દરેક ગતિવિધિ પર નજર રાખી શકતા હતાં. એટલું જ નહીં ત્યાંથી પસાર થનારા કોઈ પણ વાહનને નિશાન બનાવી શકતા હતાં. ભારતીય સેનાને પાકિસ્તાનની ચાલ હવે સમજમાં આવી ગઈ હતી. ભારતીય સેનાને ખબર હતી કે માત્ર બે મહિના બાદ વરસાદ અને અને ત્યારબાદ બરફવર્ષા શરૂ થઈ જશે. જેના કારણે આ રસ્તો આગામી કેટલાક મહિનાઓ માટે બંધ કરવો પડશે. આવામાં જો પાકિસ્તાની ઘૂસણખોરોને ખડેદવામાં ન આવ્યાં તો તેઓ ઠંડીની સીઝનમાં પોતાની સ્થિતિ વધુ મજબુત કરીને કાશ્મીરથી લેહને અલગ કરવાનું ષડયંત્ર કરી શકે છે.
ભારતીય સેનાએ હાલાતની સમીક્ષા કર્યા બાદ જવાનોને પાકિસ્તાની દુશ્મનો સામે કાર્યવાહી કરવા માટે રવાના કર્યાં. પરંતુ પાકિસ્તાની દુશ્મનોની પોઝીશન એટલી સટીક હતી કે 10 દુશ્મન ભારતીય સેનાના સેંકડો જવાનો પર ભારે પડી રહ્યાં હતાં. આ બાજુ 21મેના રોજ તત્કાલિન સેના પ્રમુખ જનરલ વી પી મલિક ભારત પાછા ફર્યાં. 23મી મેના રોજ તેઓ સ્થિતિની સમીક્ષા માટે જમ્મુ કાશ્મીર રવાના થયાં. જમ્મુ અને કાશ્મીરથી વાપસી બાદ 24મી મેના રોજ જનરલ વી પી મલિકે તત્કાલિન વાયુસેના પ્રમુખ એવાય ટિપણીસ સાથે મુલાકાત કરીને એર સ્ટ્રાઈક અંગે ચર્ચા કરી.
25મી મેના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ એક પત્રકાર વાર્તા દરમિયાન દેશને કારગિલમાં થયેલી ઘૂસણખોરી અંગે જાણકારી આપી. 26મી મેના રોજ તત્કાલિન વાયુસેના પ્રમુખ એ વાય ટિપણીસે એર સ્ટ્રાઈકના આદેશ આપ્યાં. ત્યારબાદ શ્રીનગર, અને પઠાણકોટ એરબેઝથી મિગ 21, મિગ 27 અને એમઆઈ 17 હેલિકોપ્ટરોને રવાના કરાયા. હુમલા અગાઉ વાયુસેનાને ખાસ સૂચના અપાઈ હતી કે કેઓ પણ સંજોગોમાં નિયંત્રણ રેખા પાર ન કરવી. ભારતને આશંકા હતી કે પાકિસ્તાની આ હવાઈ કાર્યવાહીને આધાર બનાવીને પોતાની કાર્યવાહી શરૂ ન કરી દે.
27મી મેના રોજ ફ્લાઈટ લેફ્ટેનન્ટ નચિકેતા પોતાના મિગ 27 વિમાનથી દ્રાસની પહાડીઓની ટોચ તરફ રવાના થયાં પરંતુ ઊચીં પહાડીઓ પર બેઠેલા પાકિસ્તાની દુશ્મનોએ સ્ટ્રિંગ મિસાઈલથી તેમના વિમાન પર હુમલો કર્યો. મજબુરીમાં ફ્લાઈટ લેફ્ટેનન્ટ નચિકેતાએ પેરાશૂટથી ઈન્જેક્ટ થવું પડ્યું. આ કવાયત બાદ નચિકેતા નિયંત્રણ રેખાની પેલે પાર જતા રહ્યાં. જ્યાં પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવી લીધા. આ બાજુ મિગ 27 પર હુમલા અને ફ્લાઈટ લેફ્ટેનન્ટ નચિકેતા ગુમ થવાના અહેવાલે ભારતીય સેનાની ચિંતા વધારી દીધા. ત્યારબાદ સ્વોડ્રોન લીડર એ આહુજા અન્ય વિમાન મિગ 21ને લઈને રવાના થયાં.
જુઓ LIVE TV