આજે 20મો કારગિલ વિજય દિવસ: દ્રાસમાં થનારા સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સામેલ થશે

કારગિલ યુદ્ધની જીતનો 20મો વિજય દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને જબરદસ્ત પછડાટ આપીને વિજય મેળવવાની ખુશીમાં દર વર્ષે 26મી જુલાઈ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દ્રાસમાં આ અંગેની ઉજવણીની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ત્રણેય સેનાઓના પ્રમુખ અહીં થનારા કાર્યક્રમમાં ભાગ લેશે. દિલ્હીથી મોકલવામાં આવેલી મશાલ દ્રાસ પહોંચશે. 26 જુલાઈ 1999ના રોજ ભારતે પાકિસ્તાનને કારગિલની પહાડીઓ પરથી ખદેડીને તિરંગો લહેરાવ્યો હતો. 
આજે 20મો કારગિલ વિજય દિવસ: દ્રાસમાં થનારા સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સામેલ થશે

નવી દિલ્હી: કારગિલ યુદ્ધની જીતનો 20મો વિજય દિવસ આજે મનાવવામાં આવી રહ્યો છે. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને જબરદસ્ત પછડાટ આપીને વિજય મેળવવાની ખુશીમાં દર વર્ષે 26મી જુલાઈ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દ્રાસમાં આ અંગેની ઉજવણીની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ત્રણેય સેનાઓના પ્રમુખ અહીં થનારા કાર્યક્રમમાં ભાગ લેશે. દિલ્હીથી મોકલવામાં આવેલી મશાલ દ્રાસ પહોંચશે. 26 જુલાઈ 1999ના રોજ ભારતે પાકિસ્તાનને કારગિલની પહાડીઓ પરથી ખદેડીને તિરંગો લહેરાવ્યો હતો. 

સવારે 9 વાગે રામનાથ કોવિંદ અહીં પહોંચશે. 10 કલાકે રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાઓના પ્રમુખોની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ આ સમારોહમાં ભાગ લેશે. વિજય દિવસના અનુસંધાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં રોપારોપણના કાર્યક્રમમાં ભાગ લેશે. 

આ બાજુ મુંબઈમાં સેલિબ્રિટી ફુટબોલ મેચનું આયોજન કરવામાં આવશે. જેમાં અભિષેક બચ્ચન, અર્જુન કપૂર, રણબીર કપૂર જેવા ખેલાડીઓ ભાગ લેશે. 

જુઓ LIVE TV

60 દિવસ સુધી ચાલ્યું હતું કારગિલ યુદ્ધ
કારગિલ યુદ્ધ લગભગ 60 દિવસ સુધી ચાલ્યું હતું. 26 જુલાઈના રોજ તેનો અંત થયો. ભારતીય સેના અને વાયુસેનાએ પાકિસ્તાનના કબ્જાવાળી જગ્યાઓ પર હુમલો કર્યો. આ યુદ્ધ ઊંચાણવાળા વિસ્તારમાં થયું હતું. બંને દેશોની સેનાઓને લડવામાં ખુબ મુશ્કેલીઓ પડી હતી. પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ સેના તરફથી કરાયેલી કાર્યવાહીમાં ભારતીય સેનાના 527 જવાનો શહીદ થયા હતાં. જ્યારે લગભગ 1363 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતાં. આ યુદ્ધમાં પાકિસ્તાનના 3000 જેટલા સૈનિકો માર્યા ગયા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news