કર્ણાટક પેટાચૂંટણી : 15 વિધાનસભાની સીટ પર મતદાન, ભાજપ માટે કરો યા મરોની સ્થિતિ
આજે કર્ણાટક (karnataka)માં પંદર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર કર્ણાટકની ભાજપ (BJP) સરકારનો મદાર છે. હાલની યેદ્દીયુરપ્પાની સરકારને બચાવવા અને કોંગ્રેસ-જદ-એસ ફરીથી સત્તામાં આવવા માટે પંદર પૈકીની ઓછામાં ઓછી છ બેઠકો ભાજપને જીતવી પડશે.
બેંગ્લુરુ : આજે કર્ણાટક (karnataka)માં પંદર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો પર કર્ણાટકની ભાજપ (BJP) સરકારનો મદાર છે. હાલની યેદ્દીયુરપ્પાની સરકારને બચાવવા અને કોંગ્રેસ-જદ-એસ ફરીથી સત્તામાં આવવા માટે પંદર પૈકીની ઓછામાં ઓછી છ બેઠકો ભાજપને જીતવી પડશે. આ પંદર બેઠકો માટે સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને સાંજના છ વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં 37.78 લાખ મતદારો વોટિંગ કરશે.
Maharashtra : મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક ડખો, એક મોટા નેતાનો દેવેન્દ્ર ફડણવીસ સામે મોરચો
આ પેટાચૂંટણી અઠાની, કગવાડ, ગોકક, યેલાપુર, રાનીબેન્નુર, વિજયનગર, ચેકબેલાપુર, કે.આર. પુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ, શિવાજીનગર, હોસાકોટે, કે.આર. પેટે અને હુનસુર સીટ પર યોજાઈ રહી છે.
મોદી સરકારના મંત્રીના PHOTOS ઈન્ટરનેટ પર વાઈરલ, દોડતા દોડતા સંસદ ભવન પહોંચ્યા
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube