મોદી સરકારના મંત્રીના PHOTOS ઈન્ટરનેટ પર વાઈરલ, દોડતા દોડતા સંસદ ભવન પહોંચ્યા

કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલ (Piyush Goyal)ની આજે એવી તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં છે. આ તસવીરોમાં મોદી સરકારના કેબિનેટ મંત્રી પોતાની કારથી ઉતરતા જ સંસદ ભવનની અંદર દોડતા જોવા મળ્યા છે. જેને લઈને ટ્વીટર પર યૂઝર્સ મજેદાર કોમેન્ટ  કરી રહ્યાં છે. 

મોદી સરકારના મંત્રીના PHOTOS ઈન્ટરનેટ પર વાઈરલ, દોડતા દોડતા સંસદ ભવન પહોંચ્યા

નવી દિલ્હી: કેન્દ્રીય રેલવે મંત્રી પીયુષ ગોયલ (Piyush Goyal)ની આજે એવી તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચામાં છે. આ તસવીરોમાં મોદી સરકારના કેબિનેટ મંત્રી પોતાની કારથી ઉતરતા જ સંસદ ભવનની અંદર દોડતા જોવા મળ્યા છે. જેને લઈને ટ્વીટર પર યૂઝર્સ મજેદાર કોમેન્ટ  કરી રહ્યાં છે. 

— Prabhu Vasava MP (@prabhunvasava) December 4, 2019

ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહેલી તસવીરો જોઈને સમજી શકાય છે કે સદનની કાર્યવાહીમાં પહોંચવામાં મોડું ન થાય તે માટે પીયુષ ગોયલ સંસદ પરિસર (Parliament) માં પોતાની ગાડીમાંથી ઉતરતા જ ભવનમાં અંદરની તરફ  ભાગે છે. કેન્દ્રીય મંત્રીને આમ અચાનક દોડતા જોઈને ત્યાં હાજર લોકો ચોંકે છે. 

ગુજરાત (Gujarat) ના બારડોલીના ભાજપ (BJP) ના સાંસદ પ્રભુ વસાવા (Prabhu Vasava) એ પીયુષ ગોયલની આ તસવીરોને ટ્વીટર પર શેર કરીને લખ્યું કે નવા ભારતના ઉર્જાવાન મંત્રી આદરણીય પીયુષ ગોયલજી કેબિનેટ બેઠક પત્યા બાદ ભાગતા સંસદમાં પહોંચ્યા જેથી કરીને પ્રશ્ન કાળમાં મોડું ન થાય. 

Union Minister @PiyushGoyal Ji is rushing to be on time for Question Hour, after attending a cabinet meeting!

Prime Minister @narendramodi Ji's leadership has inspired everyone to dedicate themselves to the idea of building a #NewIndia. pic.twitter.com/Oe1vV0OUyE

— Shobha Karandlaje (@ShobhaBJP) December 4, 2019

કર્ણાટકના ઉડુપી-ચિકમંગલુરુ સીટથી ભાજપના સાંસદ શોભા કારનદલાજેએ પણ ટ્વીટમાં લખ્યું કે સમયના ચુસ્ત અને અનુશાસનનું પાલન.કેબિનેટ મીટિંગમાં ભાગ લીધા બાદ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલજી પ્રશ્નકાળ માટે સમયસર પહોંચી ગયાં. ભાજપ સાંસદે લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વએ તમામને નવું ભારત બનાવવાના વિચારને સમર્પિત કરવા માટે પ્રેરિત કર્યા છે. 

આ VIDEO પણ જુઓ...

બુધવારે સંસદનું સત્ર શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નેતૃત્વમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં સામેલ થવા માટે કેન્દ્રીય મંત્રી ગોયલ પહોંચ્યા હતાં. જ્યાંથી તેમણે સંસદ પહોંચીને પ્રશ્નકાળ દરમિયાન સભ્યોને સવાલોના જવાબ આપવાના હતાં. 

અત્રે જણાવવાનું કે લોકસભા બેઠકનો પહેલો કલાક પ્રશ્નો માટે હોય છે અને તેને પ્રશ્નકાળ કહે છે. આ એક કલાક સવારે 11થી 12 વાગ્યા સુધી હોય છે. પ્રશ્નકાળમાં સંસદ સભ્યો જનતા સંલગ્ન કોઈ મામલે જાણકારી પ્રાપ્ત કરવા માટે સરકારના મંત્રીઓને સવાલ પૂછે, જેનો સંબધિત મંત્રીએ લેખિત કે મૌખિક જવાબ આપવાનો હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news