Karnataka Exit poll 2023: કર્ણાટકમાં 5માંથી 4 એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી, જાણો Poll Of Polls
Karnataka Exit poll 2023: કર્ણાટકમાં કોની સકરાર બનશે અને ચૂંટણીના રણ મેદાનમાં કઈ પાર્ટી બાજી મારશે? આ સવાલોનો જવાબ એક્ઝિટ પોલના પરિણામોથી મળી રહ્યું છે. એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની રહે છે. પરંતુ 13 મેએ ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
નવી દિલ્હીઃ કર્ણાટકની 224 વિધાનસભા સીટો માટે મતદાન થઈ ચુક્યું છે. હવે પરિણામ 13 મેએ આવશે. સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીને 113 સીટ જોઈએ. આ વચ્ચે લોકોના મનમાં સવાલ ઉઠવા લાગ્યા છે કે દક્ષિણ ભારતના આ રાજ્યમાં કોની સરકાર બની રહી છે. કર્ણાટકની ખુરશીનો કિંગ કોણ હશે અને કોણ ચૂંટણીના જંગમાં બાજી મારશે. આ સવાલોનો જવાબ એક્ઝિટ પોલના પરિણામમાં સામે આવી ગયો છે. તેના દ્વારા સમજી શકાય કે કર્ણાટકમાં કોની સરકાર બની શકે છે. 5 એક્ઝિટ પોલ્સમાંથી 4માં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની રહી છે. તો એક એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળી રહ્યો છે.
જન કી બાત
ભાજપ- 94થી 117 સીટો
કોંગ્રેસ- 91થી 106 સીટો
જેડીએસ- 14થી 24 સીટો
અન્ય 0-12 સીટો
મેટ્રાઇઝ
ભાજપ- 79થી 94 સીટો
કોંગ્રેસ- 103થી 118 સીટો
જેડીએસ- 25થી 33 સીટો
અન્ય 2-5 સીટો
PMARQ
ભાજપ- 85થી 100 સીટો
કોંગ્રેસ- 94થી 108 સીટો
જેડીએસ- 24થી 32 સીટો
અન્ય 2-6 સીટો
સી-વોટર
ભાજપ- 66થી 86 સીટો
કોંગ્રેસ- 81થી 101 સીટો
જેડીએસ- 20થી 27 સીટો
અન્ય 0-03 સીટો
પોલસ્ટ્રેટ
ભાજપ- 88થી 98 સીટો
કોંગ્રેસ- 99થી 109 સીટો
જેડીએસ- 21થી 26 સીટો
અન્ય 0-04 સીટો
આ પણ વાંચોઃ Karnataka Exit Poll માં સૌથી મોટી પાર્ટી બની કોંગ્રેસ, જાણો શું છે ભાજપની સ્થિતિ
38 વર્ષ જૂનો ટ્રેન્ડ તોડવા ઈચ્છે છે ભાજપ
નોંધનીય છે કે કર્ણાટકમાં ભાજપ દર પાંચ વર્ષમાં બદલાતી સરકારનો 38 વર્ષ જૂનો ટ્રેન્ડ તોડવા ઈચ્છે છે. તો કોંગ્રેસ આ વખતે સત્તામાં વાપસી કરવાનો દાવો કરી રહ્યું છે. જેડીએસને આશા છે કે 2018ની જેમ આ વખતે પણ પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube