Karnataka Exit Poll માં કોંગ્રેસ માટે ખુશખબર, ભાજપને ઝટકો, જાણો કોને મળશે કેટલી સીટો

Karnataka Exit poll in Gujarati કર્ણાટક ચૂંટણી 2023 એક્ઝિટ પોલઃ કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો પર યોજાયેલ મતદાન સમાપ્ત થઈ ગયું છે. હવે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યાં છે. તમે પણ જાણો દક્ષિણ ભારતના રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બની રહી છે. 

Karnataka Exit Poll માં કોંગ્રેસ માટે ખુશખબર, ભાજપને ઝટકો, જાણો કોને મળશે કેટલી સીટો

નવી દિલ્હીઃ Karnataka Exit Poll 2023 LIVE: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયા બાદ હવે એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે. તમામ સર્વે એજન્સીઓ અને ન્યૂઝ એજન્સીઓએ મળીને આ એક્ઝિટ પોલ કર્યાં છે. તેમાં હજારો સંખ્યામાં  મતદાન કરીને બહાર નિકળેલા લોકોનો મત જાણવામાં આવ્યો છે. કર્ણાટક ચૂંટણીનું પરિણામ 13 મેએ જાહેર થશે. ચૂંટણીમાં ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ઘણા સમય સુધી ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી જેવા મોટા નેતાઓએ જોરશોરથી પ્રચાર કર્યો હતો. તમે પણ જાણો શું કહી રહ્યાં છે એક્ઝિટ પોલના આંકડા... 

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાઃ કોંગ્રેસને સ્પષ્ટ બહુમત
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ પાર્ટીની સરકાર બની રહી છે. કોંગ્રેસને 122થી 140 સીટ મળી શકે છે. તો ભાજપે 62થી 80 સીટોમાં સંતોષ કરવો પડી શકે છે. જ્યારે જેડીએસના ખાતામાં 20-25 સીટો આવી શકે છે. અન્યને 0-3 સીટો મળવાનું અનુમાન છે. 

ચાણક્યઃ કોંગ્રેસને મળશે બહુમતી
ચાણક્યના એક્ઝિટ પોલ પ્રમાણે કર્ણાટકમાં કોંગ્રેસને 120 સીટ મળી શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 92 તથા જેડીએસને 12 સીટ મળી શકે છે. 

Polstrat: કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી
પોલસ્ટ્રેટના એક્ઝિટ પોલ પ્રમાણે કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની શકે છે. કોંગ્રેસને 99થી 109 સીટ મળી શકે છે. જ્યારે ભાજપને 88-98 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો જેડીએસને 21થી 26 અને અન્યને 0-4 સીટ મળી શકે છે. 

ભાજપ- 88-98
કોંગ્રેસ- 99-109
જેડીએસ- 21-26
અન્ય- 0-4

News Nation-CGS Karnataka Exit Poll: ભાજપને બહુમતીનો વર્તારો
ન્યૂઝ નેશન દ્વારા કરવામાં આવેલા કર્ણાટક એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને બહુમત મળી શકે છે. ભાજપને 114, કોંગ્રેસને 86, જેડીએસને 21 સીટો મળી શકે છે. અન્યના ખાતામાં ત્રણ સીટ જઈ શકે છે. 

ભાજપ- 114
કોંગ્રેસ- 86 
જેડીએસ- 21 
અન્ય-3

No description available.

No description available.

જન કી બાતમાં ભાજપ આગળ
જન કી બાતના એક્ઝિટ પોલ પ્રમાણે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બની શકે છે. ભાજપને 94-117 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તો કોંગ્રેસને 91-106 સીટો મળી શકે છે. જ્યારે જેડીએસને 14થી 24 સીટો મળવાનું અનુમાન છે. અન્યના ખાતામાં બે સીટો આવી શકે છે. 

ABP-Cvoter: કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી
એબીપી-સી વોટરના સર્વે પ્રમાણે કર્ણાટકમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની શકે છે. એબીપી-સી વોટર પ્રમાણે કોંગ્રેસને 100-112 સીટો મળી શકે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 83-95 સીટો મળી શકે છે. તો જેડીએસને 21-29 અને અન્યના ખાતામાં 2-6 સીટો આવી શકે છે. 

Asianet Suvarna News-Jan ki Baat:
એશિયન્ટ સવર્ણા ન્યૂઝ અને જનકી બાતના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે. એજન્સી પ્રમાણે ભાજપની 94-117 સીટો મળી રહી છે. જ્યારે કોંગ્રેસને 94-108 સીટો મળી શકે છે. જ્યારે જેડીએસને 24-32 અને અન્યના ખાતામાં 0-2 સીટ આવી શકે છે. 

Zee Karnataka Exit Poll: કોંગ્રેસની બનશે સરકાર
Karnataka Exit Poll: ઝી ન્યૂઝ અને મૈટરાઇઝ એક્ઝિટ પોલ અનુસાર કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. કોંગ્રેસને 103-118 સીટો મળવાનું અનુમાન છે, જ્યારે ભાજપને 79-94 સીટ મળી શકે છે. અન્યના ખાતામાં 2-5 સીટો જઈ શકે છે. 

TV9 Bharatvarsh Karnataka Exit Poll: કોઈને બહુમત નહીં
Karnataka Exit Poll 2023: ટીવી-9 ભારત વર્ષના એક્ઝિટ પોલમાં કર્ણાટકમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી દેખાતી નથી. પરંતુ કોંગ્રેસને વધુ સીટો મળી રહી છે. ભાજપને 88-98, કોંગ્રેસને 99-109 સીટો મળી રહી છે. જ્યારે જેડીએસના ખાતામાં 21-26 સીટો તથા અન્યના ખાતામાં 0-4 સીટો આવી રહી છે. 

Republic TV Exit Poll: રિપબ્લિક એક્ઝિટ પોલમાં કાંટાની ટક્કર
Karnataka Exit Poll: રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. તે અનુસાર ભાજપને 85-100 સીટો મળી શકે છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં 94-108 સીટો આવી શકે છે. તો કિંગ મેકરની ભૂમિકામાં જેડીએસ રહી શકે છે, જેને 24-32 સીટો મળવાનું અનુમાન છે. તો બેથી છ સીટ અન્યના ખાતામાં જઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news