નવી દિલ્હી: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કાઉનડાઉન શરૂ થઇ ગયું છે. ચૂંટણી કમિશને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત મંગળવારે કરી શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રદેશમાં એપ્રિલ મહિનાના અંતમાં અથવા પછી મે મહિનાની શરૂઆતમાં ચૂંટણી યોજાઇ શકે છે. રાજ્યની 224 વિધાનસભા સીટો પર એક ફેજમાં મતદાન થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસની સરકારને ઘેરવા માટે આ ચૂંટણીમાં ભાજપ ભ્રષ્ટાચાર અને લિંગાયતને અલગ ધર્મ જાહેર કરવાને મુદ્દો બનાવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહે છે 2013નું પરિણામ
તમને જણાવી દઇએ કે 2013માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશની કુલ 224 સીટોમાંથી 122 કોંગ્રેસના ખાતામાં ગઇ હતી. જ્યારે ભાજપના ખાતામાં 40, જેડીએસના ખાતામાં 40 સીટો ગઇ હતી. તો બીજી તરફ ભાજપના બાગી નેતા બીએસ યેદિયુરપ્પાના ખાતામાં ફક્ત 6 સીટો ગઇ હતી. 


નોર્થ-ઇસ્ટમાં લક્ષ્ય
ઉત્તર-પૂર્વમાં હવે મિઝોરમને બાદ કરતાં બધા રાજ્યોમાં એનડીએની સરકાર છે. આ વિસ્તારમાં 25 સીટો છે. ભાજપના નેતૃત્વમાં ગત વખતે તેમાંથી 11 સીટો એનડીએને મળી હતી. 2019માં પાર્ટીએ અહીં ઓછામાં ઓછી 20 સીટો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. મિઝોરમમાં પણ આ વર્ષના અંતે ચૂંટણી છે. ભાજપે આ રાજ્યને પણ કોંગ્રેસ પાસેથી છિનવી લેવાનો સંકલ્પ લીધો છે. 


કોંગ્રેસ
મેઘાલયના હાથમાંથી નિકળવાનું કારણ કોંગ્રેસની સત્તા હવે ફક્ત, કર્ણાટક, મિઝોરમ અને પંજાબમાં મોટી છે. એવામાં કર્ણાટક ચૂંટણી કોંગ્રેસ માટે જીવન-મરણનો પ્રશ્ન છે કારણ કે પાર્ટી વજૂદની લડાઇ લડી રહી છે.